Rame Rame Mogal Lyrics in Gujarati

 


Rame Rame Mogal Lyrics in Gujarati 

હે માંડી નવલા દિવસ નવ નોરતા જીરે
હે માંડી નવલા દિવસ નવ નોરતા જીરે
હે માંડી રમતા સૈયરૂને સંગાથ
રમતા સૈયરૂને સંગાથ
રમે રમે મોગલ નવ નોરતા જીરે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જીરે
હે માંને હાથે કંકણ શોભે હેમનાજી
હે માંને હાથે કંકણ શોભે હેમના જીરે
હે માંને હાથે કંકણ શોભે હેમનાજી
હે માંને હાથે કંકણ શોભે હેમના જીરે
હે માંને શોભે હીરાનો હાર વારૂ માંને
શોભે હીરાનો હાર
રમે રમે મોગલ નવ નોરતા જીરે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જીરે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જીરે

હે માંને ખણકે કંડલાને ખણકે કાંબીયુંજી
હે માંને ખણકે કંડલાને ખણકે કાંબીયું જીરે
હે માંને ખણકે કંડલાને ખણકે કાંબીયુંજી
હે માંને ખણકે કંડલાને ખણકે કાંબીયું જીરે
હે માંને ટીલડી ટપે રે લલાટ વારૂ માંને
ટીલડી ટપે લલાટ રે
રમે રમે મોગલ નવ નોરતા જીરે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જીરે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જીરે

હે માંને કાળા અટલશનું કપડુંજી
હે માંને કાળા અટલશનું કપડું જીરે
હે માંને કાળા અટલશનું કપડુંજી
હે માંને કાળા અટલશનું કપડું જીરે
હે માંના ભેળિયે તારલીયાની ભાત વારૂ માંના
ભેળિયે તારલીયાની ભાત
રમે રમે મોગલ નવ નોરતા જીરે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જીરે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જીરે
હા મોગલ હા મોગલ વાહ મોગલ હા
હા મોગલ હા મોગલ વાહ મોગલ હા

હે માંયે સેંથો પુર્યો સિંદોરનોજી
હે માંયે સેંથો પુર્યો સિંદોરનો જી ર
હે માંયે સેંથો પુર્યો સિંદોરનોજી
હે માંયે સેંથો પુર્યો સિંદોરનો જીરે
મોગલ તારા કે દાન ગુણલા ગાય
મોગલ તારા કે દાન ગુણલા ગાય
રમે રમે મોગલ નવ નોરતા જીરે
હે રમે જહુ મોગલ આજ રંગમાંજી
હે રમે જહુ મોગલ આજ રંગમાં જીરે
હે રમે રમે રે મોગલ નવ નોરતા જીરે



Post a Comment

Previous Post Next Post