પ્રાંત ઓફીસ

 

પ્રાંત ઓફીસ

જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૯ અને ૧૦ અન્વયે પ્રાંત અધિકારી જમીન મહેસૂલ વહીવટને લગતી કામગીરી અંગે સત્તાઓ ભોગવે છે તેમજ પ્રાંત અધિકારી હોદૃાની રૂએ "સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ" ની સત્તા ધારણ કરે છે. પ્રાંત અધિકારી તેમના નિયંત્રણ હેઠળની તાબાની કચેરીઓના તાલુકા સંકલન અધિકારી તરીકે, તેમજ રાજય સરકારની અન્ય કચેરીઓના કામકાજ અને વ્યવસ્થા ઉપર અંકુશ ધરાવે છે. વધુમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના કામકાજ ઉપર દેખરેખ તથા પંચાયતોને તબદીલ કરાયેલ મહેસૂલી કામગીરી ઉપર દેખરેખ રાખે છે. લોકસભાના મદદનીશ ચુંટણી અધિકારી, વિધાનસભાના ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવે છે. પ્રાંત અધિકારી મતદાર નોંધણી અધિકારી તરીકે તેમજ સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ચુંટણી અધિકારી તરીકે ફરજ બજાવે છે.

પ્રાંત અધિકારીની મૂળભૂત મહેસૂલી કામગીરી માટે સરકારશ્રીએ લક્ષ્યાંકો / ધોરણો ઠરાવેલા છે જે આ પ્રમાણે છે.

અ. નં.મહેસુલી કામગીરીની વિગતઠરાવેલ વાષ્રિક લક્ષ્યાંક/ ધોરણ
૧.ખેડવાલાયક સરકારી પડતર જમીનનો સાંથણીથી નિકાલપરિપત્ર / ઠરાવની જોગવાઇઓ મુજબ.
૨.દબાણો શોધવા અને તેને દૂર કરવા, સરકારી મિલ્કતોની જાળવણી અને સંભાળ રાખવી.પરિપત્ર / ઠરાવની જોગવાઇઓ મુજબ (દર માસે એક સરકારી સર્વે નંબર ની સ્થળ મુલાકાત)
૩.જુદાજુદા કાયદા હેઠળ દાખલ થયેલ કેસો / વિવાદોનો નિકાલમહેસુલ વિભાગના તા. ૧૦-૬-૧૯૮૦ ના ખાનગી પરિતત્ર ક્રમાંક મુજબ મહેસુલી કેસો / વિવાદોનો મોડોમાં મોડો છે માંસમાં નિકાલ કરવાનો રહે છે.
 કેસની વિગત
 લે.રે.રૂલ્સ ૧૦૮(૫) હેક્ળ અપીલ કેસ
 લે.રે.કો.ક.૭૯(૧) હેઠળ શરતભંગનો કેસ
 ધરપકડ ઓર્ડિનન્સ કલમ ૫૪ હેઠળ શરતભંગનો કેસ
 હકક ચોકસી
 હક્ક ચોકસી અપીલ
 લે.રે.કો.ક.૨૦૩ હેઠળ અપીલ
 ટુકડા પ્રતિબંધ ધારો ૧૯૪૭ હેઠળનો કેસ જમીન મહેસુલ સંહિતાની કલમ ૩૭ (૨) હેઠળનો કેસ (શહેરી/સીટી સર્વે વિસ્તાર)
 મામલતદાર કોર્ટ એકટ ૧૯૦૬ ની કલમ ૨૩(૨) હેઠળની રીવીઝન અરજી
 ગુજરાત ખેત જમીન ટોચમર્યાદા ધારા ૧૯૬૦ ની કલમ ૩૭ અન્વયે રીવીઝન અરજી
 સીટી સર્વે અપીલ
 મુંબઇ નશાબંધી અધિનિયમની કલમ ૯૩ હેઠળ ચેપ્ટર કેસ
 બી.પી.એકટ કલમ-૫૬ તથા કલમ-૫૭ (હદપારી)
 ગણોતધારાના કેસો
 રેન્ટ એકટ કલમ ૨૩ (૧)
 સી.આર.પી.સી.૧૩૩
 નિરાધાર વિધવા સહાય અપીલ
 નિરાધાર વૃધ્ધ સહાય અપીલ
 ઇંદીરા ગાંધી ઓલ્ડ એજ પેન્શન સ્કીમ અપીલ
 જાતિ પ્રમાણ પત્રો સામેની અપીલ
 પેરેંટ મેઇન્ટેનન્સ એકટ અન્વયેની કામગીરી
અ. નં.કામગીરીની વિગતવિભાગ
૧.સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકે.ગૃહ
૨.હથિયાર પરવાના, આહાર ગૃહ તથા વિશ્રામ ગૃહ લાયસન્સ, મનોરંજન કાર્યક્રમ યોજવા અંગેના પ્રમાણપત્ર આપવા.ગૃહ
૩.મેળા, યાત્રા મહોત્સવ, સાંસ્કૃતિક બાબતો.રમત-ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ
૪.વિધાનસભા ચુંટણી, લોકસભા ચુંટણીસામાન્ય વહિવટ
૫.ગ્રામ પંચાયત ચુંટણ્રીમાં રાજ્ય ચુંટણી આયોગના અધિકારી તરીકેરાજ્ય ચુંટણી આયોગ
૬.મતદાર નોંધણી અધિકારી તરીકેસામાન્ય વહિવટ
૭.એસ.એસ.સી./એચ.એસ.સી.બોર્ડની પરીક્ષા.શિક્ષણ
૮.નગરપાલિકા ઉપર દેખરેખશહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
૯.જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાની ચુંટણી.કૃષિ અને સહકાર
૧૦.જિલ્લા પંચાયત /તાલુકા પંચાયત/ નગરપાલિકા ચુંટણી.રાજ્ય ચુંટણી પંચ
૧૧.અનધિકૃત ખનિજ વહન થતું અટકાવવું.ઉધોગ અને ખાણ
૧૨.નિરાધાર, વૃધ્ધ સહાય, વિધવા સહાયસામાજિક ન્યાય અને અધિકારિતા
૧૩.સેલ્સટેક્ષ અધિનિયમ હેઠળ સત્તાઓ અંવયે વ્યયસાય વેરાની વસુલાતનાણાં
૧૪.તાલુકા સંકલન સમિતિ તથા એ.ટી.વી.ટી.સામાન્ય વહિવટ
૧૫.ગુજરાત આવશ્યક ચીજવસ્તું અધિનિયમઅન્ન અને નાગરિક પુરવઠા
૧૬.કન્યાઓને શાળામાં પ્રવેશ આપવા બાબતની ઝુબેશ.શિક્ષણ
૧૭.મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો.શિક્ષણ
૧૮.ગ્રામસભા/ ગરીબ કલ્યાણ મેળાપંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ
૧૯.પલ્સ પોલિયો અને રસીકરણઆરોગ્ય અને પરિવાર કલ્યાણ
૨૦.વેઠપ્રથા નાબુદી.શ્રમ અને રોજગાર
  • બિનખેતી આકાર, જમીન મહેસુલ, શિક્ષાણ ઉપકર, શરતભંગ તથા સરકારી પડતર જમીનના નિકાલ કરી રાજય સરકારની આવક વધારવી.
  • સ્ટેમ્પ ડયુટી વસુલાત, આકારણી, નોંધણી બાબતે સરિયતા દાખવી આવક વધારવી.
  • હોટલ પરવાના, વીડીયો, કેબલ ટી.વી., થિયેટરો અને હોટલ તપાસણી, મનોરંજન કર વસુલાત બાબતે સકિ્રયતા દાખવી આવક વધારવી
  • ખનિજને લગતી કામગીરી, ગેરકાયદેસર ઉત્ખનન અટકાવવા, રોયલ્ટી વધારવા પ્રયાસો કરવા
  • વેચાણવેરા અધિનિયમ હેઠળ ગેરરીતી અટકાવવા, આવક વધારવા, કરચોરી અટકાવવી.
  • જાહેર વિતરણ વ્યવસ્થા સંગીન બનાવવામાં પી.બી.એમ. કેસો અને રેશનકાર્ડના કેસો, અંત્યોદય યોજનાના અમલીકરણમાં સકિ્રયતા દાખવવી
  • શહેરી વિસ્તારના પ્રશ્નોના ઉકેલ અને નગરપાલિકા વહીવટ પર નિયમન કરવું
  • બાળ કલ્યાણ અને સમાજ સુરક્ષાા, વિધવા સહાય અને નિરાધાર વૃધ્ધોને સહાય આપવાની યોજનાનો અમલ કરવો
  • ગ્રામ સભામાં રજૂ થયેલ પ્રશ્નોના નિકાલમાં અને પંચાયતને સુપરત થયેલ મહેસુલી પ્રવૃતિઓ માટે અસરકારક ભૂમિકા ભજવવી.
  • ઈ-ગવર્નન્સ હેઠળ તાલીમ, સીવીક સેન્ટર, લોક દરબારમાં રજૂ થયેલ પ્રશ્નો, નાગરિક અધિકારપત્રનો સાચા અર્થમાં અમલ થાય તે જોવું
  • સરકારશ્રીના નિયત ધોરણ મુજબ ક્ષોત્રીય કામગીરી બજાવવી
  • સબ ડિવીઝન કક્ષાએ તાબાની કચેરીઓ તથા મહેસુલી રેકર્ડની અસરકારક ચકાસણી કરવી
  • સીટી સર્વે હેઠળની કામગીરી પર નિયંત્રણ રાખવું
  • દબાણ, સરકારી લહેણાંની વસુલાત, બિનખેતી શરતભંગ, બિનખેતી આકારનીવસૂલાત, હકકપત્રક નોંધોના નિકાલની કામગીરી ઝુંબેશના રૂપમાં પૂર્ણ કરવી
  • ગણોત વહીવટ, જમીન સંપાદન પ્રકિ્રયા બાબતે સકિ્રયતા દાખવવી
  • તુમારો તથા લોકોની અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ થાય તે જોવું
  • ઈ-ધરા, લેન્ડ રેકર્ડ કોમ્પ્યુટરાઈઝેશન, રેવન્યુ પ્રમોલગેશન બાબતે કાર્યદક્ષાતાથી ફરજ બજાવવી.
  • ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને પુન:વસવાટ અંગે સતર્કતા દાખવવી

Post a Comment

Previous Post Next Post