પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના
PM ઇન્ટર્નશિપ યોજના 2026: યુવાઓ માટે કારકિર્દી ઘડતરની સોનેરી તક
કેન્દ્ર સરકારની PM Internship Scheme 2026 દેશના યુવાવર્ગ માટે કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક અનુભવ મેળવવાની મહત્વપૂર્ણ તક લઈને આવી છે. આ યોજના હેઠળ યુવાઓને પ્રતિષ્ઠિત કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરીને કાર્યક્ષેત્રનો વાસ્તવિક અનુભવ મેળવવાનો અવસર મળશે.યોજનાનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને ઉદ્યોગ જગત સાથે જોડીને તેમના કૌશલ્યમાં વધારો કરવાનો છે. ધોરણ 10, 12, ITI, ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ યોજના ખાસ લાભદાયી બની શકે છે. પસંદગી પામનાર ઉમેદવારોને સ્ટાઇપેન્ડ, જોડાણ ભથ્થું તથા નિર્ધારિત સમયગાળાની ઇન્ટર્નશિપનો લાભ મળશે.
યોજનામાં અરજી કરવા માટે 18 થી 25 વર્ષની વયજૂથના, પૂર્ણકાલીન રોજગારથી ન જોડાયેલા ઉમેદવારો પાત્ર ગણાશે. ઇચ્છુક ઉમેદવારોને સત્તાવાર પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. કારકિર્દી નિર્માણ અને વ્યવસાયિક પરિચય માટે આ યોજના યુવાઓ માટે એક વિશેષ તક તરીકે જોવામાં આવી રહી છે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ પર કચેરી સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરવો.
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના વધુ માહિતી મેળવવા અને ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઈટ:-
https://pminternship.mca.gov.in/
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટેનો હેલ્પલાઇન નંબર :- ૧૮૦૦૧૧ ૬૦૯૦
Post a Comment