ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-૧૦ (SSC) અને સંસ્કૃત પ્રથમાની પૂરક પરીક્ષા-૨૦૨૬ માટે ફોર્મ ભરવાની મુદત લંબાવવા અંગે
પૂરક પરીક્ષા કોણ આપી શકે? (પાત્રતા)
નાપાસ અથવા ગેરહાજર વિદ્યાર્થીઓ: ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ની મુખ્ય પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયોમાં નાપાસ (Needs Improvement) થયા હોય અથવા ગેરહાજર રહ્યા હોય તે તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.
પરિણામ સુધારવા ઇચ્છતા (Improvement) વિદ્યાર્થીઓ: જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષામાં પાસ થઈ ગયા છે, પરંતુ પોતાના ટકા કે ગુણ સુધારવા માંગે છે, તેઓ પણ આ પૂરક પરીક્ષા આપી શકશે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (મુદત વધારો)
અગાઉ ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ ૧૫/૦૫/૨૦૨૬ હતી.
બોર્ડ દ્વારા આ મુદત વધુ ૩ દિવસ લંબાવવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ તારીખ ૧૮/૦૫/૨૦૨૬ (સાંજના ૫:૦૦ વાગ્યા સુધી) ફોર્મ ભરી શકશે.
ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે?
આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે. શાળાઓએ બોર્ડની વેબસાઈટ
www.gseb.orgઅથવાsscpurakreg.gseb.orgપર જઈને જ આવેદન કરવાનું રહેશે.રૂબરૂ કે ટપાલ દ્વારા મોકલેલા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. વિદ્યાર્થીએ પોતાની શાળાનો સંપર્ક કરીને જ ફોર્મ ભરાવવાનું રહેશે.
ખાસ મહત્વની નોંધ (નિયમો)
ગણિત વિષય બદલવાની તક: જો કોઈ વિદ્યાર્થી મુખ્ય પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિત (12) માં નાપાસ કે ગેરહાજર રહ્યો હોય, તો તે પૂરક પરીક્ષાનું ફોર્મ ભરતી વખતે વિષય બદલીને બેઝિક ગણિત (18) પસંદ કરી શકે છે.
સ્ટાન્ડર્ડ ગણિત રાખવાની તક (Isolated Candidate): જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષામાં બેઝિક ગણિત સાથે પાસ થઈ ગયા છે, પરંતુ આગળ અભ્યાસ માટે હવે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપવા માંગે છે, તેઓ પૃથક (Isolated) ઉમેદવાર તરીકે પોતાની શાળામાંથી જ ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
ફી માંથી મુક્તિ: સરકારના નિયમ મુજબ તમામ કન્યાઓ (છોકરીઓ) અને દિવ્યાંગ (વિકલાંગ) વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પરીક્ષા ફી લેવાની નથી. પરંતુ, પરીક્ષા આપવા માટે તેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
જો તમારે પૂરક પરીક્ષા આપવાની થતી હોય, તો વિલંબ કર્યા વિના તુરંત જ પોતાની શાળાનો સંપર્ક કરીને ૧૮ મે (સાંજે ૫ વાગ્યા) પહેલાં ઓનલાઈન ફોર્મ ભરાવી લેવું હિતાવહ છે.
Post a Comment