એસ.ટી. નિગમની સંચાલિત તમામ સર્વીસોના હાલના ભાડામાં વધારો કરવા બાબતે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી, રાણીપ, અમદાવાદ.
નં.ગુરામા/પરિ/ઓપ-જન/ભાડુ/૮૪૮ (પરિપત્ર નં.૦૧/૨૦૨૫)
તા-૨૮/૦૩/૨૦૨૫.
સંદર્ભ :-
(૧) બંદરો અને વાહન વ્યવહાર વિભાગના જાહેરનામા No.G/ PT/ 2023/ 12/ STC/102010/ 820/G, તા-૧૫/૦૭/૨૦૨૩
(૨) નં.ગુરામા/પરિ/ઓપ-જન/ભાડુ/૨૪૧૨ (પરિપત્ર નં.૦૨/૨૦૨૩) તા-૩૧/૦૭/૨૦૨૩.
(૩) નિગમના સંચાલક મંડળનો ઠરાવ ક્રમાંક:૧૦૧૨૮,તા-૨૭/૦૩/૨૦૨૫.
સંદર્ભ પત્ર નં.(૧) ના જાહેરનામાથી એસ.ટી.નિગમની તમામ સર્વિસોના મુસાફર ભાડામાં ફેરફાર કરવાની સત્તાઓ એસ.ટી.નિગમને એનાયત થયેલ છે. જે ધ્યાને લઇ વિગતવાર દરખાસ્ત સંચાલક મંડળ સમક્ષ સાદર કરતા નિગમના સંચાલક મંડળ દ્વારા પુખ્ત વિચારણાના અંતે સંદર્ભિત પત્ર નં.(૩) ના ઠરાવ ક્રમાંક:૧૦૧૨૮ થી નિગમની તમામ સર્વિસોમાં ૧૦% ભાડા વધારો કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે.
સંચાલક મંડળના સદરહું ઠરાવ/ નિર્ણય ધ્યાને લઈ નવીન સુધારેલ દરોની અમલવારી માટે નીચેની સુચનાઓને પરિપત્રીત કરવામાં આવે છે.
સુચનાઓ:-
1. નિગમની તમામ સર્વિસોમાં તા-૨૮/૦૩/૨૦૨૫ ની મધ્યરાત્રીથી એટલે કે, તા-૨૯/૦૩/૨૦૨૫ ના ૦૦.૦૦ કલાકથી તમામ સર્વિસોમાં હાલમાં વસુલવામાં આવતા ભાડામાં ૧૦% ભાડા વધારો કરવાનો રહેશે. (આ સાથે નવીન ભાડાના રેડી રેકનરની નકલ સામેલ છે.)
1| પૃષ્ઠ
2. નવીન ભાડા ઉપરાંત જે-તે સર્વીસોમાં લાગુ પડતા GST, ટોલ ટેક્ષ વિગેરે અન્ય ચાર્જ અલગથી નિયમ મુજબ વસુલવાના રહે છે.
3. તમામ સર્વિસોમાં બાળક મુસાફર માટેનું ભાડુ પુખ્ત વયના મુસાફર ભાડા કરતાં અડધું ભાડુ વસુલવાનું રહેશે. જો અડધું ભાડુ રૂ. ૧.૦૦ ના ગુણાંકમાં આવતું ન હોય તો તે પછીના રૂ.૧.૦૦ ના ગુણાંકમાં ભાડુ વસુલવાનું રહેશે.
4. નોન-એ.સી.સ્લીપર સર્વિસના બર્થ (સોફા) નું ભાડુ સીટીંગ ભાડા ઉપરાંત રૂ.૯૦/-વસુલવાનું રહેશે.
5. શહેરી પોઈન્ટ સર્વિસો માટે શહેરી સર્વિસોમાં વસુલવામાં આવતા ભાડા ઉપરાંત વધારાના રૂ.૨/- વસુલવાના રહેશે.
6. નવીન ભાડા વધારાનો અમલ તમામ પ્રકારના પાસમાં પણ કરવાનો રહેશે.
7. તમામ ઈ.બી.ટી.એમ.માં નવા ભાડાના દરની વિગતો તાત્કાલિક અસરથી સુધારવાની કાર્યવાહી પૂર્ણ કરાવવાની રહેશે.
8. ભાડા વધારાના અમલીકરણ અગાઉ મુસાફર તરફથી ઓનલાઈન બુકિંગ કરવામાં આવેલ હોય તો નવીન ભાડા મુજબ ટિકિટની તફાવતની રકમ મુસાફરી દરમ્યાન ઈ.બી.ટી.એમ. ટિકિટ થી વસુલવાની રહેશે.
9. રાત્રી મુકામથી પરત આવતી સર્વિસોમાં ત્વરિત અમલીકરણ થાય તે માટે ખાસ તકેદારી રાખવાની રહેશે.
10. વિભાગો હસ્તકના તમામ ગ્રામ્ય સર્વિસોના રૂટોના ભાડા પત્રકો તૈયાર કરીને જે તે આર.ટી.ઓ. સમક્ષ મંજુરી અર્થે તાત્કાલીક રજુ કરવાના રહેશે. આ અંગે આર.ટી.ઓ.ની પ્રાથમિક મંજુરી મેળવી બાદ સદર ભાડા પત્રકનો અમલ સુચના અનુસાર કરવાનો રહેશે. આ બાબતમાં કોઈ મુશ્કેલી જણાતી હોય તો ટેલીફોન ઉપર સંપર્ક સાધી જરૂરી સ્પષ્ટતા મેળવી લેવાની રહેશે.
11. ભાડાવધારાની અસર ચકાસવા માટે દરરોજ ગત વર્ષની તારીખ/તિથી પ્રમાણે આવકનું તુલનાત્મક અવલોકન કરી જેની વિગતો અત્રે દૈનિક પાઠવવાની રહેશે.
12. ભાડા વધારાની અમલવારીમાં કોઈ મુશ્કેલી કે અસામાન્ય પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે સંબંધિત ઓથોરીટીના પરામર્શમાં રહી ઘટતી કાર્યવાહી કરવાની રહેશે.
13. દરેક રૂટ ઉપરના ક્રુને સુધારેલ ભાડાની જાણ સમયસર થઇ જાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
14. ફરજ ઉપરના કંડકટર તથા ડ્રાઈવર દ્વારા મુસાફરો સાથે બિન જરૂરી ઘર્ષણમાં ન ઉતરી સદર ભાડા વધારાની વ્યાજબી સમજણ મુસાફરોને આપવા ક્રુને જરૂરી સુચનાઓ આપવાની રહેશે.
2| પૃષ્ઠ
15. સદર ભાડાનો અમલ ઓનલાઈન તમામ મોડ્યુલ્સમાં સમયસર થઈ જાય તે માટે ઈ.ડી.પી. ખાતાના પરામર્શમાં રહી આગોતરું આયોજન કરવાનું રહેશે.
16. જે મુસાફરો દ્વારા એડવાન્સમાં વિદ્યાર્થી કે મુસાફર પાસ ઇસ્યુ કરેલ હોય તેમાં પાસની મુદત પૂર્ણ થયેથી નવીન ભાડાનો અમલ કરવાનો રહેશે.
17. તા-૨૮/૦૩/૨૦૨૫ ના રોજ ઓનરૂટ થયેલ ટ્રીપ પુરી થતાં સુધી તેમાં મુસાફરી કરતાં મુસાફરો પાસેથી કોઈ ભાડા વધારો વસુલવાનો રહેશે નહિ.
આ પરિપત્રની પહોંચ ઉલટ ટપાલે પાઠવી નવા ભાડાનો અમલ કર્યાની જાણ પરિવહન ખાતાને તા.૨૯/૦૩/૨૦૨૫ ના રોજ બપોર સુધીમાં Email તેમજ Whatsapp મારફતે અચૂક કરવાની રહેશે.
આ પરિપત્ર હિસાબી શાખાના પરામર્શમાં રહી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
(સંચાલક મંડળમાં ઠરાવ્યા અનુસાર.)





















Post a Comment