બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. ૨૧ મેના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે
ભાગ લેનારી મુખ્ય કંપનીઓ:
TATA MOTORS (ટાટા મોટર્સ - સાણંદ)
MRF TYRES (એમ.આર.એફ. ટાયર્સ - દહેજ)
ReNew POWER (રીન્યુ પાવર - ધોલેરા)
LIC (એલ.આઈ.સી. - બોટાદ)
વિગતવાર માહિતી:
બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના રોજગાર ઈચ્છુકોને, રોજગારી પ્રાપ્ત થાય તે હેતુસર સાણંદની ટાટા મોટર્સ, દહેજના એમ.આર.એફ. ટાયર્સ, ધોલેરાના રીન્યુ પાવર અને બોટાદની એલ.આઈ.સી. દ્વારા વિવિધ જગ્યાઓ માટે તા. ૨૧/૦૫/૨૦૨૬ ના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવશે.
✔ લાયકાત અને વયમર્યાદા: આ ભરતી મેળામાં રોજગાર ઈચ્છુકોની ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા, ધો. ૧૦ પાસ / ૧૨ પાસ / આઈ.ટી.આઈ. / ગ્રેજ્યુએટ / ડિપ્લોમા પાસની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા અને અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઈચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા. ૨૧ મેના રોજ સવારે ૧૧:૩૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.
✔ રજીસ્ટ્રેશન પ્રક્રિયા: પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઈચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરી અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક anubandham.gujarat.gov.in પરથી નોંધણી કરવાની રહેશે.
✔ લોગઈન પ્રક્રિયા: નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે.
✔ વધુ માહિતી: વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદની યાદીમાં જણાવાયું છે.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ
📢 રોજગાર ભરતીમેળો
📍 સ્થળ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ
📅 ભરતીમેળાની તારીખ: ૨૧/૦૫/૨૦૨૬ (ગુરૂવાર)
⏰ ભરતીમેળાનો સમય: સવારનાં ૧૧:૩૦ કલાકે
📊 જગ્યાઓની વિગતવાર માહિતી
એકમનું નામ જગ્યાનું નામ લાયકાત વય મર્યાદા માસિક વેતન TATA Motors Sanand
MRF Tyres Dahej
ReNew Power Dholera
(By Quess Corp Placement Agency)
ટ્રેઈની મશીન ઓપરેટર ધોરણ-૧૦ / ધોરણ-૧૨ / આઈ.ટી.આઈ / ડિપ્લોમા ૧૮ થી ૩૦ વર્ષ રૂ. ૧૭,૧૪૯/- LIC Of India Botad ઈન્સ્યોરન્સ એડવાઈઝર / વીમા સખી ધોરણ-૧૦ / ધોરણ-૧૨ / ગ્રેજ્યુએટ ૧૮ થી ૩૫ વર્ષ નિયમોનુસાર 📌 ખાસ નોંધ
🔗 અનુબંધમ વેબપોર્ટલ રજીસ્ટ્રેશન લિંક: anubandham.gujarat.gov.in
📝 ભરતીમેળા સ્થળે અનુબંધમ પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે.
📄 રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ / બાયોડેટા / રીઝ્યુમ તેમજ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત રહેવું.
💡 વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદનો સંપર્ક કરવો.

Post a Comment