કદી ના ભુલાશે

કદી ના ભુલાશે




ગોઝારી ઓ વાદળની વણઝાર! ઓ વણઝાર ! તું આવી'તી છીનવવા શું ભારતના સરદાર !


આજ ઉષાની પ્રભા ન ચમકી, આભ હસ્યું ના, દિશા ન મલકી, સૂર્યરશ્મિએ નથી ઉજાળ્યા ધરતીના પગથાર.


શી પ્રતિભા, ને શી નીડરતા ! 

શબ્દ સકળ સામર્થ્ય-નીતરતા, સાધ્યા એણે દુ:સાધ્ય એવા ત્રિરંગાના જયકાર.


સજાગ રક્ષક આઝાદીનો, ચિંતક સર્જક આબાદીનો, આજ કરી ચાલ્યો આ સૂનો દિલ્હીનો દરબાર.


ભારતના આશ્વાસન વલ્લભ, કોણ ગ્રહે તુજ આસન વલ્લભ ? કુશળ સુકાની જાતાં નૌકા રઝળી આ મઝધાર દેહ તજીને આત્મા ગયો જે, ભારત-હૈયે અમર થયો એ;


સર છે સલામત ત્યાં સુધી કદી ના ભુલાશે સરદાર, મોહન ને વલ્લભનાં સ્મરણો, દોરી જશે ભારતનાં ચરણો;


અમર શહીદને પગલે જઈશું સિદ્ધિ કેરે દ્વાર.

Post a Comment

Previous Post Next Post