પ્રતિ શ્રી,
પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી,
__________________ પોલીસ સ્ટેશન
__________________. ગુજરાત.
અરજદાર : ____________________________________________________
( ______________________________ની કાયદેસરની ધર્મપત્ની)
ઉ.વ. ૨૩(જન્મ તા. :૦૯/૦_/૧૯૯_), ધર્મ-હિન્દુ,
રહે, એ/૩૬, ________ સોસાયટી, ________ રોડ,
__________________________________________
(હાલ રહે., ______________________________)
વિ.
સામાવાળા : (૧) ______________________________ ( મમ્મી)
(૨) ______________________________ (કાકા )
(૩) ______________________________ (મોટા પપ્પા)
(૪) __________________ તથા
પરિવારના અન્ય સભ્યો
ઉ.વ. આ- પુખ્ત, ધર્મ- હિન્દુ,
રહે, ___________________________________.
બાબત : અમો અરજદાર પુખ્તવયના હોઈ અને અમોએ અમારી સ્વેચ્છાએ લગ્ન કરેલા હોઈ અને અમોએ અમારા પતિની સાથે ફક્ત પહેરેલ કપડે જ અમારા માતા પિતાના ઘરનો ત્યાગ કરેલ હોઈ અને અમોએ અમારી સાથે અમારા માતા - પિતાની માલીકીના સોના ચાંદીના દરદાગીના કે રોકડ રકમ કે જર - ઝવેરાત અમારી સાથે લીધા વગર ઘરેથી નીકળેલ હોઈ તે અંગેની જાણ કરતી તેમજ અમારી તથા અમારા પતિની જાન-માલ મિલકતને રક્ષણ અપાવવા અંગે તથા અમારા તથા અમારા પતિ તથા તેમના પરિવારજનો વિરૂદ્ધ ખોટી
ફરીયાદ ન નોંધવા અને અમારો જવાબ સમજવા તથા જાહેર સુલહ શાંતિનો ભંગ ન થાય તે અંગેની અરજી.
માનનીય સાહેબશ્રી,
૧.
અમો અરજદાર આ અરજી આપી જાહેર કરીએ છીએ કે....
૨.
અમો અરજદાર હાલમાં ઉપરોક્ત બતાવેલ સરનામે અમારા પતિ સાથે રહેવા આવેલા છીએ અને આ કામના સામાવાળા અમારા - માતા, કાકા, મોટા પપ્પા, મામાં ભાઈઓ, વિગેરે થાય છે જેથી અમો તેઓને સારી રીતે ઓળખીએ છીએ. અમો અરજદાર પુખ્તવયના છીએ અમારી જન્મ તારીખ : ૨૯/૧૦/૨૦૦૫ ના રોજની છે અમો અમારૂ સારૂ નરસું સમજી શકીએ છીએ અમો અરજદાર આજદિન પહેલા અમારા ઉપરોક્ત દર્શાવેલ અમારા માતા - પિતા સાથે રહેતા હતા અને અમો અરજદાર ઘણા સમયથી __________________ ઉ.વ. ૨૫ (જન્મ તા. : ૦૮/૦૭/૧૯૯૮) રહે. __________________________________ નાઓના પરીચયમાં આવેલ આવેલ અને તેઓની સાથેનો મારો આ પરીચય ગાઢ બનતા પ્રેમમાં પરીણમેલો છે અને અમો એકબીજા વગર રહી શકીએ તેમ ના હોઈ __________________ સાથે લગ્ન કરવાનું નક્કી કરેલ. જેથી અમો મારી સ્વેચ્છાએ અને મારી મરજીથી અને કોઈના કોઈપણ જાતના દાબ - દબાણ કે ધાક - ધમકી કે લોભ - લાલચ કે વશ થવા વગર, અમારી મુક્ત સંમતિથી તારીખ : ૦૨/૧૧/૨૦૨૩ ના રોજ હીન્દુ શાસ્ત્રોક્ત વિધી અનુસાર અમારી મુક્ત સંમતિથી લગ્ન કરી લીધેલ છે અને ત્યારથી અમો અરજદાર __________________ ના કાયદેસરના પત્ની બનેલા છીએ.
૩.
અમો અરજદાર આ અરજી આપી વધુમાં જાહેર કરીએ છીએ કે, સદરહુ લગ્ન અમોએ અમારો રાજીખુશીથી તેમજ અમારૂ સાર - નરસુ વિચારી અને ભવિષ્યનો વિચારો કરી અમારી સ્વેચ્છાએ મુક્ત સંમતિથી આ __________________ નાઓ સાથે લગ્ન કરેલ છે તેમાં __________________ કે તેમના કુટુંબીજનોએ અમોને કોઈ લાલચ કે પ્રલોભન આપેલ નથી કે અમોએ તેઓના શેહ - શરમમાં આવ્યા સિવાય સદર લગ્ન કરેલ છે. જે આપ સાહેબશ્રીને વિદિત થાય.
૪.
અમો અરજદાર આ અરજી આપી વધુમાં જાહેર કરીએ છીએ કે , આમ, અમો અરજદાર __________________ નાઓના કાયદેસરના પત્ની બનેલા હોઈ અમો અમારી પોતાની રાજીખુશીથી, અક્કલ હોંશીયારીથી, કોઈપણ જાતની ધાક- ધમકી કે દબાણ વગર લાલચ કે પ્રલોભન વગર અમોએ અમારા માતા - પિતાશ્રીના ઘરનો ત્યાગ ફક્ત પહેરેલ કપડે જ કરેલ છે . અને અમો અમારી સાથે ઉપરોક્ત સામાવાળા તથા અમારા કુટુંબીજનોની માલીકીના કોઈપણ જાતના
સોના - ચાંદીના દર દાગીના કે રોકડ રકમ કે કિંમતી ચીજ વસ્તુઓ કે અમારા બીજા સગાઓની પાસેથી સોના - ચાંદીના દર-દાગીના કે રોકડ રકમ કે કિંમતી ચીજ વસ્તુઓ કરે ભેટ સોગાદો અમારી સાથે લીધા વગર ફક્ત પહેરેલ કપડે જ અમો અરજદારે ઉપરોક્ત સામાવાળા તથા અમારા કુટુંબીજનોના ઘરનો સ્વેચ્છાએ ત્યાગ કરેલ છે તેમ છતાં ઉપરોક્ત સામાવાળા તથા અમારા કુટુંબીજનો કે અમારા પરિવારજનો કે સગાઓ મારફતે અમો અરજદારની વિરૂધ્ધમાં કે અમારા પતિની વિરૂધ્ધમાં કે તેઓના કુટુંબ પરિવારજનોની વિરૂધ્ધમાં કે તેમના મિત્રોની વિરૂધ્ધમાં ખોટી ફરિયાદો કે ખરજીઓ નોંધાવે તે ફરીયાદી આ અરજીથી રદ્દબાતલ ગણવી અને તેને ધ્યાને ન લેવી.
૫.
અમોએ અમારી રાજીખુશીથી મુક્ત સંમતિથી લગ્ન કરેલ છે જેથી અમો અરજદારના આ રીતના લગ્નથી અમારા માતા - પિતા તથા સગા સંબંધી તથા કુટુંબીજનો નારાજ હોઈ શામ, દામ, દંડ, ભેદની નીતિ- રીતી અપનાવી અગર તો પૈકી કોઈપણ એક નીતી અપનાવી અમો અરજદાર કે અમારા પતિ કે તેમના કુટુંબીજનો કે મિત્રો વિરૂદ્ધ ખોટી હીકકતો ઉભી સત્ય હકીકતો છુપાવી ખોટા કેસો દાખલ કરે અથવા તો અમો બંને અલગ કરવા કે અમારા લગ્નના છુટાછેડા લેવડવવા સારૂ અમોને દબાણ કરે તેવી પુરેપુરી શંકા અને દહેશત છે જેથી અમોને દહેશત છે કે અમો તથા અમારા પતિ તથા સાસરીપક્ષના પરિવારજનો ઉપર એક-યા બીજી રીતે ખોટી ફરીયાદો કરી તેમજ અમો અરજદાર તેમજ અમારા પતિની જાન - માલને પણ નુકશાન પહોંચાડે તેવી પુરેપુરી દહેશત છે. વધુમાં આ લગ્ન મારા માતા તથા કુટુંબીજનોની મરજી વિરૂદ્ધ કરેલ છે અને અમારા માતા તથા કુટુંબીજનો ખુબ જ ઝનુની અને આક્રમક તથા કોઈનું પણ મર્ડર કરતાં વિચારે નહી તેવા હોઈ તેમજ અમારા સમાજમાં આવી ઘણી બધી દિકરીઓને જાનથી મારી નાંખેલ હોઈ જેથી અમોને પણ બળજબરી ઉપાડી લઈ જઈ અપહરણ કરી જાનથી મારી નાંખે તેવી દહેશત હોઈ તથા અમો અરજદારના પતિ નોકરી કરતાં હોઈ અમારા માતા તેમજ કુટુંબીજનો અને સગા વ્હાલાઓ અમારા પતિના ઘરે કે નોકરી - ધંધાના સ્થળે આવી તેમનું અપહરણ કે હિંસક હુમલો કરી અમોને તથા અમારા પતિને નુકશાન કરે તેમ હોઈ અમોને પોલીસ રક્ષણ પુરૂ પાડવા તથા અમારા માતાની રૂબરૂમાં બોલાવી મારૂ નિવેદન લઈ કાયદાની જોગવાઈ મુજબ અમોને અમારા પતિના ઘરે પોલીસ રક્ષણ સાથે રહેવા જવા યોગ્ય વ્યવસ્થા કરવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે.
૬.
ઉપરોક્ત સામાવાળા તથા અમારા કુટુંબીજનો ખુબ જ માથાભારે અને ઝનુની સ્વભાવના વ્યક્તિ હોવાથી તેઓની વિરૂદ્ધ તાત્કાલીક અસરથી જો અટકાયતી પગલા ના લેવામાં આવે તો અમો અરજદાર કે અમારા પતિ કે તેમના ઘરના સભ્યોના જાન માલનું નુકશાન થાય તેવી સંપૂર્ણ શક્યતા રહેલી છે જેથી હવે પછી
અમો અરજદાર કે અમારા પતિ કે અમારા પતિના કુટુંબીજનોના સભ્યોના જાન માલનું નુકશાન થાય તે અંગેની સઘળી જવાબદારી ઉપરોક્ત સામાવાળા તથા અમારા કુટુંબીજનોની છે અને રહેશે.
૭.
અમો અરજદાર આ અરજી કરી અરજ કરીએ છીએ કે.. ________________________________ સાથે લગ્ન કરવા અંગે તેઓના માતા - પિતા તથા સગા - સંબંધીઓ ઇષ્ટમિત્ર દ્વારા અમોને કોઈપણ પ્રકારે લોભ લાલચ કે પ્રલોભન કે ધાક - ધમકી આપવામાં આવેલ નથી તથા અમારા સદર લગ્નથી __________________ કે તેમના માતા - પિતા કે કે કુટુંબીજનો કે સગા સંબંધી અજાણ છે અને અમો અરજદારના માતા પિતા કે કુટુંબ પરિવારજનો અમારા કે અમારા પતિની કે તેઓના કુટુંબ પરિવારજનોની વિરૂધ્ધમાં કે તેઓના મિત્રોની વિરૂધ્ધમાં કોઈ જ ખોટી ફરિયાદો કે અરજીઓ કરે કરાવે તો સદર અરજીને અમારો લેખિત જવાબ ગણી દફતરે કરવા આપ સાહેબશ્રીને નમ્ર અરજ છે અને અમો અરજદારને કે અમારા પતિને કે અમારા સાસરીપક્ષની સાથે સુલેહ શાંતિનો ભંગ ન થાય તે સારૂ આપ સાહેબશ્રીને નમ્ર અરજ છે. આ સાથે લગ્નના પુરાવાની ઝેરોક્ષ નકલ સામેલ છે. જેથી સદરહુ અરજીને ધ્યાનમાં લઈ યોગ્ય કાર્યવાહી કરવા મે. કરશોજી.
સ્થળ : અમદાવાદ
તારીખ : ________________
અરજદારની સહી
નકલ રવાના :
(૧). મહે. પોલીસ મહાનિર્દેશક સાહેબશ્રી, પોલીસ મહાનિર્દેશક સાહેબશ્રીની કચેરી પોલીસભવન, ગાંધીનગર.
(૨) મહે . ગૃહમંત્રી સાહેબશ્રી , બ્લોક નં .૨ / ૩ , નવા સચિવાલય , ગાંધીનગર .
મહે . મુખ્યમંત્રી સાહેબશ્રી , મુખ્યમંત્રીશ્રીની કચેરી , નવા સચિવાલય , ગાંધીનગર .
(૩) મહે . માનવ અધિકારી સાહેબશ્રી, માનવ અધિકાર પંચની કચેરી , ટાઉન હોલ પાસે, સેક્ટર - ૧૭, ગાંધીનગર.
Post a Comment