Comments

:: મૈત્રી કરાર :: Live-in relationship

મૈત્રી કરાર - Live-in Relationship Agreement
:: મૈત્રી કરાર ::
L ve- n relat onsh p
એક તરફ વાળા નામ:
પક્ષકાર નં. ૧ પિતા/પતિનું નામ:
જન્મ તારીખ:
ધંધો – ધર્મે –
રહે. :
આધાર/ઓળખ નં.:
મો.નં.
બીજી તરફ વાળા નામ:
પક્ષકાર નં. ૨ પિતા/પતિનું નામ:
જન્મ તારીખ:
ધંધો – ધર્મે –
રહે. :
આધાર/ઓળખ નં.:
મો.નં.
અમો એકતરફવાળા તથા બીજીતરફવાળા નીચે મુજબ નો મૈત્રી કરાર નો કરાર કરી એકબીજા લખી આપી બંધાઈએ છીએ કે..
૧)..
અમો એકતરફવાળા તથા બીજીતરફવાળા પુખ્ત વય ના વ્યક્તિઓ છીએ. જેથી આપણે બંનેતરફવાળાઓ એકબીજા નું સારું નરસું સારી રીતે જાણી સમજી શકીએ છીએ. તથા નીચે મુજબ ના નામદાર વડી અદાલત ના જેજેમેન્ટો ઉપર આધાર રાખીએ છીએ.
A)..
ગુજરાત હાઇકોર્ટ ના ૧૯૯૬(૨) જી.એલ.આર. પેજ ન. ઉપર માં ઠરાવવા માં આવેલ છે કે “કોઈપણ સ્ત્રી કે જેની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ હોય તો તે સ્ત્રી પોતાની સ્વેચ્છાએ જીવન જીવવા સ્વતંત્ર છે. અને તેના ઉપર કોઈપણ દબાણ કે નિયંત્રણ રાખી શકાય નહીં .
B)..
"ભારત ની સુપ્રીમ કોર્ટ ક્રિમિનલ એપેલેન્ટ જ્યુ રીડીકશન ક્રિમિનલ અપીલ ન..૯૧૩/૨૦૧૦ (સ્પે.લીવ પિટિશન ન.૧૦૮૦/૦૮ ના અસે.ખુશ્બુ વિરૂદ્ધ કન્ની અમીલ અને બીજાઓ ના રિપોર્ટેડ જજમેન્ટો નો ઉલ્લેખ કરેલ છે. એટલે આપણે બંને પક્ષકારો પુખ્ત ઉંમર ના હોઈ અને એકબીજા નું સારું નરસું સમજી શકતા હોઈ અને પુખ્ત ઉંમર ના હોઈકોઈપણ બે વિજાતીય પાત્રો એકબીજા સાથે જો મુક્ત સંમતિથી એકજ રહેઠાણ માં રહે તો તે લીવ ઇન રિલેશનશીપ ગણાય. અને બંને પુખ્ત વયના વ્યક્તિઓ એકબીજા સાથે રહેતા હોય અને બંને પક્ષકારો પુખ્ત ઉંમરના હોય અને સાથે રહેતા હોય તે કાયદા ની દ્રષ્ટિએ પણ ગુનો ન ગણાય તેવું ગર્ભિત સૂચન કરેલ છે. કોઈપણ વ્યક્તિ હેરાન પરેશાન ન કરી શકે તે માટે નામ.સુપ્રીમ કોર્ટે પણ લીવ ઇન રિલેશનશીપ ને કાયદેસર માન્યતા આપેલ છે. .
C)..
ભારતીય બંધારણ અનુચ્છેદ-૧૯ સ્વતંત્રા નો અધિકાર અનુચ્છેદ-૧૯ હેઠળ કોઈપણ સ્થળે જવાનો અને કોઈની પણ સાથે રહેવાનો અધીકાર નો સમાવેશ થાય છે.

आम ઉપરોક્ત જજમેન્ટો ના આધારે અમે બંને પક્ષકારો લીવ ઇન રિલેશનશીપ માં રહેવા માંગતા હોઈ સદરહુ કરાર કરેલ છે.
૨)..
અમો એકતરફવાળા તથા તમો બીજીતરફવાળા એકબીજા ને આશરે છેલ્લા ઘણા વર્ષો થી એકજ જગ્યા એ રહેતા હોઈ એકબીજા ને સારી રીતે ઓળખીએ છીએ. હાલ માં બીજી તરફવાળા ની:સહાય અવસ્થા માં રહેતા હોઈ અને તેમને કોઈપણ જાત નો આશરો ન હોય અને તેઓ એકતરફ વાળા ની સાથે સ્વેચ્છાએ રહેવા તૈયાર હોય આપણે બંને તરફવાળા ઓ અવાર નવાર સંપર્ક થતાં વાર તહેવાર માં પણ ભેગા થતાં હોઈ અને આ અવાર નવાર સંપર્ક થી આપણે બંને તરફવાળા ઓ એકબીજાથી ગાઢ પરિચય માં આવેલા.
૩)...
અમો બંને તરફવાળા છેલ્લા ઘણા વર્ષો થી એકબીજા સાથે મૈત્રી ધરાવતા હોઈ અમો બંને તરફવાળા ઓ હાલ માં એકબીજા વગર રહી શકતા ન હોઈ આજરોજ આપણે બંને તરફવાળા ઓ એ આ સમજૂતી ના કરાર એટલે કે મૈત્રી કરાર કરેલ છે. તેમજ અમો બંને તરફવાળાઓ વચ્ચે ગાઢ સંબંધ હોઈ એમોમે હાલમાં એકબીજા સાથે જીવનભર સાથે રહેવાનું પણ નક્કી કરેલ છે.
૪)...
અમો એકતરફવાળા તમો બીજીતરફવાળા આજરોજ પરસ્પર એકબીજા ગાઢ મિત્ર હોવાથી એકબીજા એ જીવન પર્યંત સાથે રહેવાનું નક્કી કરેલ છે અને આ મૈત્રી કરાર થી એકબીજા એ ભેગા રહેવાનું નક્કી કરેલ છે. અને અમો એકતરફવાળા તમો બીજીતરફવાળા ની આજીવન ખોરાકી પોષાકી એટલે કે જીવન પર્યંત સુધી ની તમામ જવાબદારી અમો એકતરફવાળા આ મૈત્રી કરારથી નિભાવીશું તેની આજરોજ અમો એકતરફવાળા ખાતરી અને બાંહેધરી આપીએ છીએ જે આ મૈત્રી કરાર થી અમો એકતરફવાળા જાહેર કરીએ છીએ.
૫)...
સદર કરાર થી અમો એકતરફવાળા તથા બીજીતરફવાળા એ સ્ત્રી પુરુષ ના તમામ જાતિય સુખો ભોગવવાના છે. અને જાતિય સુખ થી બીજીતરફવાળા સગર્ભા બને તો પણ તેના સંતાનની પણ તમામ જવાબદારી અમો એકતરફવાળાની છે અને રહેશે અને તમો બીજીતરફવાળા તથા તેના સંતાન ના વારસાઈ ના પણ તમામ હક્કો અમો એકતરફવાળા એ આપવાના રહેશે.
૬)..
અમો એકતરફવાળા તથા અમો બીજીતરફવાળા એ પરસ્પર રીતે એક સ્ત્રી પુરુષ ના તમામ હક્કો સાથે ભોગવવાના રહેશે.
૭)..
અમો એકતરફવાળા તથા અમારા કુટુંબીજનો એ આ મૈત્રી સંબંધ કે પ્રેમ સંબંધ અંગે કોઈ તકરાર લેવાની રહેશે નહીં કે તે અંગે કોઈ ફોજદારી કે દીવાની રાહે કાર્યવાહી તમો બીજીતરફવાળા વિરૂદ્ધ કરવાની નથી તેવીજ રીતે અમો બીજીતરફવાળા કે અમો બીજીતરફવાળા ના માતા પિતા કે અમારા કુટુંબીજનો એ આ મૈત્રી સંબંધ કે પ્રેમ સંબંધ બાબતે તમો એકતરફવાળા સાથે કોઈ તકરાર કરવાની નથી કે કોઈપણ જાત ની ફોજદારી કે દિવાની રાહે કાર્યવાહીઓ કરવાની નથી અને જો કરીએ તો તે આ કરારથી રદબાતલ ગણાશે.
૮)..
આપણે બંને તરફવાળાઓ એ સુખમય રીતે જીવન પસાર કરવાનું રહેશે. અને જીવન પર્યંત સુધી આપણે બંને તરફવાળાઓ આ સંબંધ અંગે કોઈપણ પ્રકાર ની તકરાર કરવાની નથી કે રહેશે નહીં
૯)...
આ કરાર દ્વારા અમો બંને તરફવાળા જાહેર કરીએ છીએ કે, અમારી વચ્ચે કોઈપણ પ્રકાર ના પતિ-પત્ની ને હોય તેવા લગ્ન જીવન ના સંબંધો નથી પરંતુ આ કરાર થયેથી અમો એકતરફવાળા જો ભવિષ્ય માં અધવચ્ચે થી એટલેકે, અમુક સમય ગાળા બાદ તમો બીજીતરફવાળા ને કોઈપણ જાતિય કારણસર કે સગર્ભા અવસ્થા માં તગેડી મૂકીએ તો તે અંગે ની તમામ પ્રકાર ની જવાબદારી અમો એકતરફવાળા ની રહેશે. તેમજ તે અંગે તમો બીજીતરફવાળા અમો એકતરફવાળા સામે ફોજદારી કાર્યવાહી કરવા હક્કદાર રહેશો.
૧૦)..
આ કરાર દ્વારા અમો બંને તરફવાળા જાહેર કરીએ છીએ કે, સામાન્ય કુદરતી માનવ ધર્મ અન્વયે આ મૈત્રી કરાર અમો આજરોજ કરીએ છીએ.
૧૧)..
ભવિષ્યમાં અમો એ આ મૈત્રી સંબંધ માં કોઈપણ પ્રકાર ની વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી બંને તરફવાળાઓએ રાખવાના નથી કે કોઈપણ પ્રકાર ની આર્થિક માંગણીઓ પરસ્પર કરવાની નથી.
૧૨)...
ભવિષ્ય માં આ કરાર બંને તરફવાળા ની સમજૂતી થી રદ થઈ શકશે. અને તે અંગે કોઈપણ કોર્ટ કાર્યવાહી કરવાની નથી અને કોઈપણ સામાજિક પ્રતિષ્ઠીત વ્યક્તિ અથવા લવાદ દ્વારા લેખિત માં રદ્દીકરણ ના લેખ દ્વારા રદ કરી શકીશું.
ઉપર મુજબ નો આ સમજૂતી કમ મૈત્રી કરાર અમો બંને તરફવાળા ની રાજીપો શી થી તથા અક્કલ હોંશિયારી થી બિનકેફ્રે, બિનનશે, કોઈના કોઈપણ જાત ના દાબદબાણ ને વશ થયા વગર ભવિષ્ય ના હિત, અહિત, નો બરાબર નો ખ્યાલ કરી, તેમજ ઉપર લખેલ તમામ હકીકતો નું અક્ષરે અક્ષર નું વાંચન કરી સમજી વિચારી ને સાક્ષીઓ રૂબરૂ સહીઓ કરેલ છે. જે અમોને તથા અમારા વંશ વારસો ને શરૂ થી આખર સુધી કબુલ મંજૂર અને બંધનકર્તા છે અને રહેશે અને સદર મૈત્રી કરાર આપણે બંને તરફવાળાઓ એ નોટરી રૂબરૂ સહી સિક્કા કરાવેલ છે.
આજરોજ તા. મી માહે સને ૨૦૨૬ ના રોજ શહેર અમદાવાદ અત્રે ........... મતું . અત્રે ......... શાખ
પક્ષકાર–૧ (એકતરફવાળા)
હસ્તાક્ષર:
સાક્ષીઓ:
૧. નામ:

હસ્તાક્ષર:
પક્ષકાર–૨ (બીજીતરફવાળા)
હસ્તાક્ષર:

૨. નામ:

હસ્તાક્ષર:

Post a Comment

Previous Post Next Post