Updates

કબૂલાત પુરસીસ


કબૂલાત પુરસીસ
અમદાવાદના મહેરબાન એડી.ચીફ.મેટ્રો.મેજી. સાહેબની
કોર્ટ નં. સમક્ષ
ક્રિ. કે. નં.
ફરિયાદી :
વિ.
તોહમતદાર :
બાબત     : કબૂલાત પુરસીસ
અમો આરોપી વિરૂદ્ધ ફરિયાદપક્ષ દ્વારા સદર ગુનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવેલ છે. આજરોજ અમોએ ગુના અંગે અમારો જવાબ નોંધવામાં આવે તો તેમાં અમો સ્વેચ્છિક રીતે ગુનો કબૂલ કરીએ છીએ આ ગુનાની સજાની જોગવાઈ તથા દંડ અંગે અમોને પૂરતી જાણકારી છે.
અમો આરોપીનો આ પ્રથમ ગુનો છે, અમો સામાન્ય અને ગરીબ વર્ગના ઈસમ છીએ, કોઈ સ્થિર ધંધો નથી છૂટક મજૂરી કામ કરીએ છીએ ક્યારેક મજૂરી પણ રોજ મળતી નથી જેથી અમારું તથા કુટુંબનું ગુજરાન કરી શકીએ તેવી સ્થિતિમાં ન હોવાથી અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનાને કારણે હાલનો ગુનો થઈ ગયેલ છે. અમારી ઉપર ચાર્જશીટના કોલમ. ૫ માં જણાવ્યા મુજબનો ગુનો છે. અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોઈ ઉપરાંત રોજગારી પણ ન હોઈ ટ્રાયલ ચાલતા દરમ્યાન અમારે અવાર નવાર આવવાની જરૂર પડે ઉપરાંત વકીલ રોકીને પૈસા ખર્ચવાની જરૂરિયાત રહે અને અમોને ક્યારેક રોજગારી મળે તે પણ ખોરવાઈ જાય જે તમામ હકીકતોને ધ્યાનમાં લઈ તથા અમારો પ્રથમ ગુનો છે ભવિષ્યમાં આવો કોઈ ગુનો નહીં કરવાની ખાત્રી આપીએ છીએ અમો તદ્દન ગરીબ વર્ગના માણસ છીએ નાણાનો વ્યય ન થાય તેવી ઉદ્દેશી વિનમ્ર માફી આપવા વિનંતી.

Post a Comment

Previous Post Next Post