રાજ્યમાં પૂર્વ-પ્રાથમિક શિક્ષણ (Pre-Primary Education) ક્ષેત્રે પ્રશિક્ષિત અને ગુણવત્તાયુક્ત શિક્ષકો તૈયાર થાય તે ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રી-પીટીસી (D.E.C.Ed. – બાલ અધ્યાપન મંદિર) કૉલેજોના પ્રવેશ નિયમોમાં વ્યાપક અને વિદ્યાર્થીલક્ષી સુધારાઓ જાહેર કરવામાં આવ્યા છે.
શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા આ સુધારાથી રાજ્યના હજારો યુવાનો, ખાસ કરીને પૂર્વ-પ્રાથમિક ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે પ્રવેશની તકો વિસ્તરી છે.
મહત્વના નિર્ણયો અને સુધારાઓ:
- વયમર્યાદામાં સીધો ૬ વર્ષનો વધારો:અગાઉ પ્રી-પીટીસીમાં પ્રવેશ માટે મહત્તમ વયમર્યાદા ૨૪ વર્ષ હતી, જેને વધારીને હવે ૩૦ વર્ષ કરવામાં આવી છે.
આ નિર્ણયથી મોડી વયે પણ શિક્ષણ ક્ષેત્રે ડિપ્લોમા મેળવવા ઇચ્છતા યુવાનોને તક મળશે. - વર્ગદીઠ બેઠકોમાં ૨૫%નો વધારો (૫૦માંથી ૬૨ બેઠકો):કૉલેજોમાં અગાઉ વર્ગદીઠ મંજૂર ૫૦ બેઠકોની ક્ષમતા હતી, જેમાં ૨૫%નો વધારો કરી હવે કુલ ૬૨ બેઠકો કરવામાં આવી છે.
- નવું અનામત માળખું અને EWS-દિવ્યાંગો માટે જોગવાઈ:સુધારેલા નિયમો મુજબ વર્ગદીઠ ૬૨ બેઠકોની ફાળવણી નીચે મુજબ રહેશે:
- બિન-અનામત (Open): ૨૬ બેઠકો (૪૧%)
- SEBC (ઓબીસી):
૧૭ બેઠકો (૨૭%) - અનુસૂચિત જનજાતિ (ST): ૯ બેઠકો (૧૫%)
- અનુસૂચિત જાતિ (SC): ૪ બેઠકો (૭%)
- EWS (આર્થિક રીતે નબળા વર્ગ):
૬ બેઠકો (પ્રથમ વખત ૧૦% અનામત લાગુ) - દિવ્યાંગ ઉમેદવારો:
કુલ બેઠકોમાંથી ૫% અનામતની અલાયદી જોગવાઈ.
- શૈક્ષણિક લાયકાત અને ગુણની પાત્રતા:પ્રવેશ માટે ઉમેદવારે ધોરણ-૧૨માં લઘુત્તમ ૫૦ ટકા ગુણ મેળવેલા હોવા જરૂરી છે.
જ્યારે SC, ST, SEBC, EWS અને દિવ્યાંગ ઉમેદવારોને લાયકાતના ગુણમાં ૫ ટકાની છૂટછાટ (એટલે કે ૪૫ ટકા) આપવામાં આવી છે. ગુજરાત બોર્ડ ઉપરાંત CBSE અને ICSE જેવા માન્ય બોર્ડના વિદ્યાર્થીઓ પણ આ જ ધોરણે પાત્ર ગણાશે. - અભ્યાસક્રમ માધ્યમ પસંદગીની સ્વતંત્રતા:ઉમેદવાર પોતાના ધોરણ-૧૦ કે ૧૨ના અભ્યાસના માધ્યમ અનુસાર પ્રી-પીટીસીના તાલીમી અભ્યાસક્રમનું માધ્યમ પસંદ કરી શકશે.
આ નિર્ણયનું મહત્વ અને ફાયદા:
- નવી શિક્ષણ નીતિ (NEP 2020) સાથે સુસંગત: પાયાના શિક્ષણ (ECCE) માટે તાલીમબદ્ધ શિક્ષકોની માંગ વધી રહી છે, જેને પહોંચી વળવા માટે બેઠકો અને શિક્ષકોની ઉપલબ્ધતા વધશે.
- સમાવેશી તકો:
વયમર્યાદા ૩૦ વર્ષ થવાથી અને EWS તેમજ દિવ્યાંગો માટે અનામત દાખલ થવાથી સમાજના તમામ વર્ગોને આગળ વધવાની નવી દિશા મળશે.

Post a Comment