અમદાવાદના મહે. એડી.ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટ નં. ૧૧ સમક્ષ.
ક્રી.કેસ ન. /૨૦૨૧
રામોલ.પો.સ્ટે.ગુ.ર.નં. /૨૦૨૦
ગુનો :ધી ઈ.પી.કોડની કલમ: ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૨૯૪(ખ), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ.
ફરીયાદી: શ્રી સરકાર
વિરુદ્ધ
આરોપી: (૧)
(૨)
બાબત : કમીટલ પુરસીસ
1.
અમો આ કામના આરોપી આપ નામદાર કોર્ટને આ પુરસીસ આપી જાહેર કરીએ છીએ કે,
2.
સદરહુ કામમાં આજરોજ ની મુદ્ત તારીખ છે. સદરહુ કેસ સેશન્સ ટ્રાયલ ગુન્હો છે. સદરહુ ગુન્હામાં રામોલ.પો.સ્ટે.ગુ.ર.નં. /૨૦૨૦ કામે તપાસ કરનાર અમલદારશ્રી નાઓએ સદર ગુનામાં પોલીસ તપાસ પૂર્ણ કરીને ક્રિ.પ્રો.કો.ની કલમ-૧૭૩ અન્વયેની પોલીસ રીપોર્ટ અત્રેની કોર્ટમાં અન્વયે રજુ કરેલો છે જે રિપોર્ટ રજુ થતાં તેનો ક્રિ. કેસ નં. /૨૦૨૧ થી રજીસ્ટર કરવામાં આવેલ છે.
3.
ઉપરોક્ત ગુનામાં આરોપી વિરૂધ્ધ તપાસ કરનાર અમલદાર દ્વારા અત્રે પોલીસ રીપોર્ટ રજુ થતાં ઉપરોક્ત ગુનામાં આરોપીને ક્રિ.પ્રો.કો.ની કલમ-૨૦૭ અન્વયે પોલીસ પેપર્સની નકલો પુરી પાડવામાં આવેલી. ઉપરોક્ત કામમાં આરોપી વિરૂધ્ધ જે ગુનાનો આરોપ છે તે ગુનો સેશન્સ ટ્રાયલ ગુનો હોવાથી, સદર ગુના અંગેની ઇન્સાફી કાર્યવાહી માત્ર સેશન્સ અદાલત કરી શકે તેમ હોઈ તે અન્વયે સદરહુ ગુનાની ટ્રાયલ ચલાવવા માટે સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, અમદાવાદમાં હોવાથી, સદર કેસ નામદાર સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ભદ્ર, અમદાવાદ ખાતેની કોર્ટમાં કમીટ થવા પાત્ર હોઈ, તેથી ક્રિ. પ્રો.કો.ની કલમ-૨૦૯ ની જોગવાઈ મુજબ આરોપીને સામેની ઇન્સાફી કાર્યવાહી કરવા નામદાર સીટી સિવિલ એન્ડ સેશન્સ જજ સાહેબ તરફ કેસ કમીટ કરી મોકલી આપવામાં આવે તો અમોને કોઈ વાંધો કે તકરાર નથી જે અમો આ પુરસીસ આપી જાહેર કરીએ છીએ.
સ્થળ : અમદાવાદ
તારીખ :
આરોપી નં. ૧ ની સહી
આરોપી નં. ૨ ની સહી

Post a Comment