Updates

વધારાનો ગીરો લેખ ( વધારાનો ગીરો- દા.ત. રૂ. ૫૦૦૦૦૦ /- )

વધારાનો ગીરો લેખ (Deed of Further Charge)
વધારાનો ગીરો લેખ
( વધારાનો ગીરો- દા.ત. રૂ. ૫૦૦૦૦૦ /- )
લખી આપનાર : (ગીરો આપનાર)
(૧)
ઉ.વ. ,      ધર્મે તથા જાતે... ,      ધંધો...
રહેવાસી : , વડોદરા.
(જેમને હવે પછી આ એકસટેન્સન મોર્ગેજમાં “અમો અને અગર લખી આપનાર” એ રીતે સંબોધવામાં આવેલ છે. જે શબ્દના અર્થમાં અમો લખી આપનાર તથા અમારા વંશ, વાલી, વારસો, ઇત્યાદી તમામનો સમાવેશ થયેલો ગણાશે.)
લખાવી લેનાર : (ગીરો લખાવીલેનાર)
(૧)
ઉ.વ. ,      ધર્મે તથા જાતે... ,      ધંધો...
રહેવાસી : , વડોદરા.
(જેમને હવે પછી આ એકસટેન્સન મોર્ગેજમાં “તમો અને અગર લખાવી લેનાર” એ રીતે સંબોધવામાં આવેલ છે. જે શબ્દના અર્થમાં તમો લખાવી લેનાર બેંકના હાલના તથા વખતો વખતના મેનેજરો, વહીવટકર્તા, હોદ્દેદારો, ડાયરેક્ટરો, ઇત્યાદી તમામનો સમાવેશ થયેલો ગણાશે.)
        અમો લખી આપનારાઓએ મોજે ગામ , તા. , જિ. , રહેવાસી ઠે. વિસ્તારમાં આવેલી ટી.પી. નં. , ફા.પ્લોટ નં. , સર્વે નં. , સી.સ.નં. , ટીકા નં. , કુલ ક્ષેત્રફળ ચો.મી. પૈકી બાંધકામ ચો.મી. વાળી દુકાન/ફ્લેટ/ઓફીસ/ટેનામેન્ટ/બંગલો/ખેતીની જમીન/અધોગિક હેતુની વાળી મિલકત સૌપ્રથમ અમો લખી આપનાર માલીકી ની મિલકત ઉપર ધિરાણ કરવા માટે લોન મેળવવા માટે અરજી કરેલી અને રજુ કરેલા કાગળો જોઈ તપાસી અમો લખી આપનાર ની સદર સ્થાવાર મિલકતના અસલ ટાઇટલ મોર્ગેજ તરીકે મુકવાનું જણાવતાં તમોએ ધિરાણ રૂ. દા.ત. ૧૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા દસ લાખ પુરા) વ્યાજ ............% ના દરથી ધિરાણ મંજુર કરેલ છે. અને અમો લખી આપનારને કેશક્રેડિટ હાઇપોથીકેશન ધિરાણ લીમીટ મેળવવા માટે અરજી કરેલ અને જેની વિગતો જોઈ, તપાસીને અમો લખી આપનાર ની સદર સ્થાવર મિલકતના અસલ, ટાઇટલ મોર્ગેજ તરીકે મુકવાનું જણાવતાં તમો લખાવી લેનાર ધિરાણ રૂ. દા.ત. ૧૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા દસ લાખ પુરા) વ્યાજ ............% ના દરથી કેશક્રેડિટ હાઇપોથીકેશન પ્રકરણનું ધિરાણ લીમીટ મંજુર કરવામાં આવેલ છે. જેની સીક્યોરીટીમાં અમો લખી આપનાર એ સદર મિલકતના અસલ દસ્તાવેજો સુપ્રત કરી તારીખ: ના રોજ (મે. સબ રજીસ્ટ્રાર સાહેબ તા- રૂબરૂ દસ્તાવેજ અનુક્રમ નંબર દા.ત. ૧૫०० થી રજીસ્ટર્ડ મોર્ગેજ ચાને ડીપોઝીટ ઓફ ટાઇટલ ડીડથી તમો લખાવી લેનારની તરફણમાં સુપ્રત કરેલા છે. જે ધિરાણો હાલમાં ચાલુ છે. તદ્ ઉપરાંત અમો લખી આપનાર ને ધિરાણની વધુ જરૂરીયાત પડતાં અગાઉ મંજુર કરેલ કેશક્રેડિટ હાઇપોથીકેશન ધિરાણ લીમીટ વધારવા માટે અરજી કરેલ અને અમો લખી આપનાર ની સદર સ્થાવર મિલકતના અસલ દસ્તાવેજો એકસટેન્સન ઓફ મોર્ગેજમાં મુકવાનું જણાવતાં તેની વિગત જોઈ તપાસીને તમો લખાવી લેનાર...
વધારાનું ધિરાણ રૂ. દા.ત. ૫૦૦૦૦૦/- વ્યાજ ............% ના દરથી કેશક્રેડિટ હાઇપોથીકેશન પ્રકાસનું વધારાની ધિરાણ લીમીટ મંજુર કરવામાં આવેલ છે. જેની સીક્યોરીટીમાં વખતો વખત રીન્યુઅલ કરેલ કેશક્રેડિટ હાઇપોથીકેશન ધિરાણ લીમીટના તારણ સામે અમો લખી આપનાર ની નીચે શીડ્યુલ-૧ માં જણાવેલ મિલકત તથા નીચેના શીડ્યુલ-૨ માં જણાવ્યા મુજબના અસલ દસ્તાવેજ તમો પાસે જમા કરાવીએ છીએ અને સદર ધિરાણમાં કન્ટીન્યુ રાખેલ છે તેમજ મે. સબરજીસ્ટ્રાર સાહેબ રૂબરૂ અનુક્રમ નંબર : થી તારીખ: ના રોજ રજીસ્ટર્ડ મોર્ગેજ ચાને ડીપોઝીટ ઓફ ટાઇટલ ડીડ ચાલુ રહેશે. અને સદર મિલકતના દસ્તાવેજો તથા નીચેના શીડ્યુલ-૨ માં જણાવ્યા મુજબના દસ્તાવેજો સદર મંજુર કરેલ ધિરાણોમાં કન્ટીન્યુ રાખીએ છીએ અને તે માટે તમો લખાવી લેનાર બેંકને નવી મંજુર થયેલ ધિરાણ લીમીટ સામે આ રજીસ્ટર્ડ એકસટેન્સન ઓફ મોર્ગેજ ચાને કે વધારાનો બોજો ચાને કે એન્હન્સમેન્ટ ઓફ ચાર્જ નીચેની મિલકત ઉપર કરી આપીએ છીએ સદર મિલકત અમો લખી આપનાર ની કુલ સ્વતંત્ર માલીકીના નામે છે. આમ સદર મિલકતમાં અમો લખી આપનાર સીવાય અન્ય કોઈનો કોઈપણ પ્રકાસનો ભાગ, ભાગ, હક્ક, હિસ્સો, હીત, સંબંધ, પોષાતો નથી તેમજ સદરહું મિલકતના અમો લખી આપનાર તેના કુલ સ્વતંત્ર માલીક, કબ્જેદાર છે. લખી આપનાર માલીક છીએ. તેમજ લખી આપનાર માં હીત ધરાવતાં હોવાથી સદરહું મિલકતના અસલ દસ્તાવેજો ડીપોઝીટ કરવા અમો લખી આપનાર હક્કદાર છીએ અને સદર મિલકત લખી આપનાર ને ધંધાના વિકાસ કરવા માટે મેળવેલ ધિરાણ સામે સદર મિલકતના ટાઇટલ ડીડ તમો લખાવી લેનારને સુપ્રત કરવા સામે અમો લખી આપનાર ને વાંધો નથી તથા તમો લખાવી લેનાર બેંક સિવાય અન્ય કોઈને સદર મિલકતના ટાઇટલ કોઈને સોપેલ નથી. સદર મિલકતના અસલ દસ્તાવેજો તમો લખાવી લેનારને આ ધિરાણના તારણમાં અમો લખી આપનાર એ અમારી રાજીખુશી અને સ્વેચ્છાએ મોર્ગેજ કરી અને આ એકસટેન્સન ઓફ મોર્ગેજ લખી આપી મિલકતના અસલ ટાઇટલ ડીડ તમો સોંપેલા છે. જે અમો લખી આપનાર ને કબુલ મંજુર બંધનકર્તા છે. આ માટે એકસટેન્સન ઓફ ઇક્વીટેબલ મોર્ગેજ ચાને કે એન્હન્સમેન્ટ ઓફ ચાર્જ ચાને કે વધારાનો બોજો ચાલુ રાખીએ છીએ. આમ અમોએ અગાઉના મોર્ગેજ વખતે આપેલ રૂ. ૧૦,૦,૦,૦૦૦/- તથા આ એકસટેન્સન મોર્ગેજની વધારાની લોન રૂ. ૫,૦૦,૦૦૦/- મળી આ મિલકત ઉપર કુલ રૂ. ૧૫,૦૦,૦૦૦/- લાખનો બોજો ગણાશે. જેમાંથી તમોએ આજરોજ સુધી જમા કરાવેલ રકમ બાદ કરતાં બાકીની રકમનું નીચે જણાવેલ મિલકત ઉપર તારણ/બોજો ચાલુ રહેશે. જે મિલકત નીચે શીડ્યુલ નં-૧ માં જણાવેલી છે.
શીડ્યુલ-૧
લખી આપનાર ની મિલકતનું વર્ણન
જત ડીસ્ટ્રીક્ટ , સબ ડીસ્ટ્રીક્ટ ના તાલુકાના મોજે ગામ , તા. , જિ. ઠે. , ટી.પી. નં. , ફા.પ્લોટ નં. ...
સર્વે નં. , સી.સ.નં. , ટીકા નં. , કુલ ક્ષેત્રફળ ચો.મી. પૈકી બાંધકામ ચો.મી. વાળી દુકાન/ફ્લેટ/ઓફીસ/ટેનામેન્ટ/બંગલો/ખેતીની જમીન/અધોગિક હેતુ વાળી મિલકત આવેલ છે. જેના ખુંટ ચાર ની વિગત નીચે મુજબ છે.
પૂર્વે:
પશ્ચિમે:-
ઉત્તરે:-
દક્ષિણે:-
ઉપરોક્ત ખૂંટવર્ણનવાળી મિલકત અમો લખી આપનારે પોતાના ઉપજના નાણાંમાંથી ખરીદ કરેલ છે. અને તે અમારી છે. અને તેમાં અમારો કબ્જો છે. સદર મિલકત ઉપર અમો લખી આપનારે તમો લખાવી લેનાર સીવાય કોઈપણ સંસ્થામાંથી લોન કે ધિરાણ લીધેલ નથી કે બોજો કરેલ નથી કે તારણમાં મુકેલ નથી કે કોઈને કોઈપણ રીતે અમો લખી આપનારે લખી આપેલ નથી કે બોજો ઉત્પન્ન કરેલ નથી. સદર મિલકતના ટાઇટલ નીચે શીડ્યુલ-૨ માં જણાવ્યા મુજબના તમો લખાવી લેનાર બેંકને સુપ્રત કરેલા છે.
શીડ્યુલ-૨
લખી આપનારાઓએ સોંપેલ દસ્તાવેજોની વિગત
એ રીતેના ઉપર મુજબના ડોક્યુમેન્ટ આ મોર્ગેજ ચાને કે એન્હન્સમેન્ટ ઓફ ચાર્જથી તમો લખાવી લેનાર ને સોંપેલ છે.

        આથી અમો જાહેર કરીએ છીએ કે આગાઉ દસ્તાવેજ નંબર ૧૫૦૦ તા. ............................. થી મોર્ગેજના લેખમાં બનાવેલ લખી આપનારનું નામ/ લખી લેનારનું નામ/મિલકતનું વર્ણન/ગામ/સર્વેનંબર/ક્ષેત્રફળ/વેગેરેમાં કોઈપણ જાતનો સુધારો વધારો થતો નથી.

        સદરહું વધારાનો મોર્ગેજના લેખમાં સ્ટેમ્પ ડ્યુટી તથા નોંધણી ફી અંગેનો ખર્ચ મોર્ગેજ કરી આપનારે ભોગવેલ છે. અને ભવિષ્યમાં જે કઈ ભરવા પાત્ર થાય તે અંગે અમો લખી આપનાર જવાબદાર છીએ.

        સદરહું મોર્ગેજના લેખથી ધિરાણ મેળવેલ કુલ લોનની રકમ તેના વ્યાજ સહિત ભરપાઈ થાય ત્યારે તમો લખી લેનારે અમોને ગીરો મુક્તિનો લેખ કરી આપવા બંધાયેલા છો.

        એ રીતેના ઉપર મુજબના ડોક્યુમેન્ટ આ એકસટેન્સન ઓફ ઇક્વીટેબલ મોર્ગેજ ચાને ડીપોઝીટ ઓફ ટાઇટલ ડીડ ચાને કે એન્હન્સમેન્ટ ઓફ ચાર્જમાં અમો લખી આપનારાઓએ વાંચી, વંચાવી, સમજી, વિચારી, તનમનના સાવધાનપણામો પોતાના સ્વચ્છ અને તંદુરસ્ત સ્થિતીમાં કોઈની કોઈપણ જાતની શીખવણી ચઢવણી, ધાક ધમકી કે દાબ દબાણને વશ થયા સીવાય મુક્ત સંમતિથી રાજીખુશીથી, અક્કલ હોંશિયારીથી, બીન કેફ બીન નશે, સભાનઅવસ્થામાં સહીઓ તથા સાક્ષીઓ લખી આપેલ છે. જે અમો લખી આપનાર તથા તથા અમારા વંશ, વાલી, વારસો, ઇત્યાદી સર્વે તમામને કબુલ મંજુર અને બંધનકર્તા સહી છે.
આજ રોજ તારીખ : માહે ............................. સને ............................. ના દીને શહેર ............................. મધ્યે.
અત્રે ............................................................ મતુ અત્રે ............................................................ શાખ
આપનાર :      સહી

____________________________________
(૧) (નામ)
સાક્ષી નંબર-૧

____________________________________
(નામ)
લેનાર :      સહી

____________________________________
(૨) (નામ)
સાક્ષી નંબર-૨

____________________________________
(નામ)

Post a Comment

Previous Post Next Post