બાનાખત રદનો લેખ
આજ તારીખ / /૨૦૧૯ ના વારના રોજ તમો બાનાખત રદનો લેખ લખી લેનાર : એક તરફવાળા :-
શ્રી , ઉ.વ.આ. પુખ્ત વર્ષ, ધંધો - , રહેવાસી - , વડોદરા.
(જેમને હવે પછી આ બાનાખત રદમાં “તમો” અથવા “લખી લેનાર” અથવા “એક તરફવાળા” એ રીતે સંબોધવામાં આવેલા છે, સદર સંબોધનના અર્થમાં “લખી લેનાર” તથા તેઓના વંશ, વાલી, વારસો ઇત્યાદી તમામનો સમાવેશ થયેલો ગણવામાં આવશે.)
જોગ અમો બાનાખત રદનો લેખ લખી આપનાર : બીજી તરફવાળા :-
શ્રી , ઉ.વ.આ. પુખ્ત વર્ષ, ધંધો - , રહેવાસી - , વડોદરા.
(જેમને હવે પછી આ બાનાખત રદમાં “અમો” અથવા “લખી આપનાર” અથવા “બીજી તરફવાળા” એ રીતે સંબોધવામાં આવેલા છે, સદર સંબોધનના અર્થમાં લખી આપનાર તથા તેઓના વંશ, વાલી, વારસો એટર્ની ઇત્યાદી તમામનો સમાવેશ થયેલો ગણવામાં આવશે.)
શ્રી , ઉ.વ.આ. પુખ્ત વર્ષ, ધંધો - , રહેવાસી - , વડોદરા.
(જેમને હવે પછી આ બાનાખત રદમાં “તમો” અથવા “લખી લેનાર” અથવા “એક તરફવાળા” એ રીતે સંબોધવામાં આવેલા છે, સદર સંબોધનના અર્થમાં “લખી લેનાર” તથા તેઓના વંશ, વાલી, વારસો ઇત્યાદી તમામનો સમાવેશ થયેલો ગણવામાં આવશે.)
જોગ અમો બાનાખત રદનો લેખ લખી આપનાર : બીજી તરફવાળા :-
શ્રી , ઉ.વ.આ. પુખ્ત વર્ષ, ધંધો - , રહેવાસી - , વડોદરા.
(જેમને હવે પછી આ બાનાખત રદમાં “અમો” અથવા “લખી આપનાર” અથવા “બીજી તરફવાળા” એ રીતે સંબોધવામાં આવેલા છે, સદર સંબોધનના અર્થમાં લખી આપનાર તથા તેઓના વંશ, વાલી, વારસો એટર્ની ઇત્યાદી તમામનો સમાવેશ થયેલો ગણવામાં આવશે.)
જત, આ બાનાખત રદ કર્યાનો લેખ અમો તમોને લખી આપીએ છીએ કે,
પરિશિષ્ટ માં જણાવેલી મિલકત વેચાણ આપવાનું રજી. બાનાખત તમોએ અમોને તા. ના રોજ કરી આપેલું છે જે રજીસ્ટર્ડ બાનાખત વડોદરાના સબ રજીસ્ટાર - ( ઝોન) ની કચેરીમાં નોંધાયેલ છે, જેનો રજીસ્ટર્ડ નંબર છે.
રજી. બાનાખતનાં કરારમાં મિલકતના વેચાણ અવેજની કુલ રકમ રૂા. /- () પુરામાં વેચાણ આપવાનું નક્કી કરેલ અને તેના બાના પેટે રૂા. /- () પુરા ચેકથી અમોએ તમોને આપેલાં હતાં.
સદર બાનાખત રદ વાળી મિલકત અમો લખી લેનારે વેચાણ રાખવાની ન હોવાથી અને આપણી વચ્ચે કરવામાં આવેલા રજીસ્ટર્ડ બાનાખતની શરતોનું પાલન અમો કરી શકીએ તેમ ના હોવાથી આપણા વચ્ચે કરવામાં આવેલ રજીસ્ટર્ડ બાનાખત નંબર , તા. નો આજરોજ હંમેશ ના માટે રદ ગણવાનો છે. અને તે બાનાખતનો કોઈપણ પક્ષકારે કોઈ અમલ કરવાનો નથી.
સદર મિલકતના રજી. બાનાખત વખતે અમોએ તમોને બાનામાં રૂા. /- () પુરા આપેલા હતા તે અમોને પરત મળવા માંગણી કરવાથી તમોએ તે રકમ અમોને ચેકથી પરત આપી દીધેલી છે. એટલે તમારી પાસેથી અમારે સદર મિલકત બાબતે ભવિષ્યમાં પણ કોઈ રકમ લેવાની બાકી રહેશે નહીં. તેવી સ્પષ્ટતા સાથે આ બાનાખત રદનો લેખ કરી આપેલ છે.
સદર મિલકતના તમો બાનાખત રદનો લેખ લખી લેનાર કંપની માલીક થયેલા હોઈ સદર મિલકતનો તમોને યોગ્ય લાગે તે રીતે વાપર ઉપયોગ કરવા તેમજ સદર મિલકત અન્ય કોઈપણ ઇસમને વેચાણ, ગીરો, બક્ષીસ વિગેરે લખી આપવા તમો તથા તમારા વંશ, વાલી, વારસો સર્વે સ્વતંત્ર હક્કદાર હતા અને રહેશો.
સદર મિલકત અમો આ બાનાખત રદનો લેખ લખી આપનારે કોઈને કોઈ પણ પ્રકારે લખી આપેલ નથી કે કોઈ પણ બેંક, સંસ્થાના બોજામાં મુકેલ નથી તેવી ખાત્રી સાથે આ બાનાખત રદનો લેખ કરેલ છે. તેમ છતાં અમારા તર્ફે સદર મિલકત બાબતે ભવિષ્યમાં કોઈ તકરાર - વાંધો - હેલો - હરકત કરતું આવશે તો તે તમામ હરકત અને વાંધાને અમો અમારા ખર્ચે દુર કરી આપીશું. સદર મિલકતમાં બાનાખત રદ બાબતે ભવિષ્યમાં સરકારશ્રી તરફથી કોઈપણ પ્રકારના સરકારી ભરણા ભરવામાં આવશે તો તે તમામ રકમ ભરવાની / ભોગવવાની તમામ જવાબદારી અમો સદર બાનાખત રદનો લેખ લખી આપનારે ભોગવવાની / ભરવાની રહેશે, તેવી સ્પષ્ટતા સાથે સદર બાનાખત રદનો લેખ લખી / કરી આપેલ છે. સદર લેખમાં નિયમ અનુસાર વેચાણ કિંમતનો ૧ % રજીસ્ટ્રેશન ફી (લાગત ફી) ભરી બાનાખતનો કરાર રદ કરવામાં આવેલ છે.
સદર મિલકતનો કબજો તમારો છે તે કાયમ રહેશે. તથા તેના વેરા વિગેરે તમો ભરો છો તે પ્રમાણે તમારે ભરવાના છે.
સદરહુ જમીનનો બીનખેતીનો વાપર ઉપયોગ કરવાની પરવાનગી (એન.એ.નો હુકમ) મે. કલેક્ટરશ્રી વડોદરાના એ તેઓના હુકમ ક્રમાંક: , તા. થી પરવાનગી આપેલ છે.
-: આખી જમીન/મકાનનું વર્ણન પરિશિષ્ટ :-
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અને સબ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ વડોદરાના મોજે ગામ ની રેવન્યુ સર્વે નંબર વાળી જમીન કે જેનું ક્ષેત્રફળ ૭/૧૨ પ્રમાણે ચો.મી. જેનો મુસદ્દારૂપ ટી.પી. સ્કીમ નંબર માં સમાવેશ થતાં ફાળવવામાં આવેલ મૂળખંડ નંબર , તેમજ ફાઇનલ પ્લોટ નંબર વાળી જમીનનું ક્ષેત્રફળ ચો.મી. બીન ખેતીની જમીન છે, જેની ચતુ:સીમાં નીચે મુજબ છે.
| પૂર્વે | : | |
| પશ્ચિમે | : | |
| ઉત્તરે | : | |
| દક્ષિણે | : |
આમ, આ બાનાખત રદ કર્યાનો લેખ અમોએ અમારી રાજીખુશીથી વાંચી - વંચાવી, સમજી, વિચારી, વાકેફ થઈ, બીનકેફ હાલતમાં કોઈ પણ જાતના દબાણ વગર કરી આપેલ છે. જે અમોને તથા અમારા વંશ, વાલી, વારસોને કબુલ, મંજુર અને બંધનકર્તા છે અને રહેશે.
|
સહી
બાનાખત રદનો લેખ લખી આપનાર____________________________________ (નામ) બાનાખત રદનો લેખ લખી લેનાર ____________________________________ (નામ) |
સાક્ષી
૧. ____________________________________(નામ) ૨. ____________________________________ (નામ) |

Post a Comment