કબ્જા વગરનો બાનાખત
આજ રોજ અંગ્રેજી તારીખ માહે સને ૨૦૧૯ ના દિને.
| લખી લેનાર | જાતે | ઉ.વ.આ. | ધંધો | રહેવાસી. |
|---|---|---|---|---|
| લખી આપનાર | જાતે | ઉ.વ.આ. | ધંધો | रહેવાસી. |
|---|---|---|---|---|
જત અમો લખી આપનાર તમો લખી લેનારને આ કબ્જા વગરનો વેચાણ કરાર યાને બાનાખત લખી આપીએ છીએ કે, નીચે લખેલી મિલકત અમો લખી આપનારની સ્વતંત્ર માલિકી કબ્જા ભોગવટાની આવેલ છે. તે મિલકત અમો લખી આપનારે તમો લખી લેનારને વેચાણ આપવાનું નક્કી કરેલ છે. સદરહું નીચે પરિશિષ્ટમાં જણાવેલ મિલકત ચાર્જ બોજા વગરની બીનજોખમી છે. અને તે કોઈને કોઈપણ પ્રકારે લખી આપેલી નથી. તેમજ એ નીચે લખેલી મિલકતમાંના તમામ રાઇટ્સ, ટાઇટલ અને ઇન્ટરેસ્ટ ક્લીયર કરીને એ મિલકત બીનજોખમી બનાવીને તમોને વેચાણ આપવાની છે.
-: પરિશિષ્ટ :-
ડીસ્ટ્રીકટ: , સબ-ડીસ્ટ્રીકટ: , તાલુકાનું ગામ મોજે: ગામે આવેલ ખાતા નં. થી ચાલતી નીચેનાં વર્ણન અને ક્ષેત્રફળવાળી બીનપીયત જુની શરતની ખેતીની જમીન વેચાણ આપવા નક્કી કરેલ છે. જેની વિગત નીચે પ્રમાણે છે.
| બ્લોક/સર્વે નંબર | ખાતા નં. | વેચાણ આપેલ જમીનનું ક્ષેત્રફળ હે.આરે.પ્રતિ. | આકાર રૂા.પૈસા | સત્તા પ્રકાર |
|---|---|---|---|---|
-: ચતુર્દિશા :-
| પૂર્વ | : | |
| પશ્ચિમ | : | |
| ઉત્તર | : | |
| દક્ષિણ | : |
(૨) ઉપરોક્ત પરિશિષ્ટમાં જણાવેલ મિલકત અમો લખી આપનારે તમો લખી લેનારને રૂ. પુરામાં વેચાણ આપવાનું નક્કી કીધું છે. એ વેચાણ કિંમતના પૈકીના બાનાના રૂ. પુરા નીચેની વિગતે અમો લખી આપનારે લીધા છે. જેની આથી અમો લખી આપનાર તમો લખી લેનારને આ કબ્જા વગરના વેચાણ કરાર યાને બાનાખતમાં કબુલાત તથા પહોંચ આપીએ છીએ.
અવેજપૈકી બાના પેટે ચૂકવેલ રકમની વિગત
ઉપરોક્ત વેચાણ કિંમત પૈકીની બાકી પડતી રકમ રૂ. પુરા માસની મુદતમાં અમો લખી આપનારને ચુકવી આપવાના છે. અને તે લઈને સદર મિલકતનો પાકો વેચાણનો દસ્તાવેજ તમો લખી લેનારના નામનો વેચાણ દસ્તાવેજ તમારા ખર્ચે અને જોખમે કરી આપી રજીસ્ટર્ડ કરાવી આપવાનો છે. અને તે સમયે એ મિલકત અમો લખી આપનારે તમો લખી લેનારના પ્રત્યક્ષ કબ્જામાં સોંપી દેવાની છે. હાલમાં સદર મિલકતનો પ્રત્યક્ષ કબ્જો અમો લખી આપનારે તમો લખી લેનારને સુપ્રત કરેલ નથી.
વધુમાં, અમો બાનાખત કરી આપનાર તમો બાનાખત લખાવી લેનારને આથી ખાત્રી અને બાંહેધરી આપીએ છીએ કે, સદર મિલકત અંગે જે કાંઈ પણ બોજો જેવા કે, સરકારી, અર્ધ સરકારી, ખાનગી અથવા અન્ય સંસ્થાઓ પાસેથી લીધેલી લોન અગર સહાય મેળવેલ નથી. અને આ વેચાણ બાનાખત બાદ મજકુર મિલકત પર કોઈપણ જાતની લોન કે સહાય મેળવવાની નથી. મજકુર મિલકત અમારા નામે સરકારી રેકોર્ડે...
દાખલ થાય ત્યારે બાકી અવેજની રકમ લઈ મજકુર મિલકતનો પાકો વેચાણ દસ્તાવેજ અમો બાનાખત લખી આપનારે તમો બાનાખત લખાવી લેનારને તમે કહો તે નામનો કરી આપવાનો રહેશે. વેચાણ આપવા નક્કી મિલકત અંગેના તમામ પ્રકારના ટાઇટલ ક્લીયરન્સ મજકુર વેચાણ બાનાખતની તારીખથી ની સમય મર્યાદામાં ટાઇટલ ચોખ્ખા કરાવી આપવાના રહેશે. ત્યારબાદ સદર મિલકતનો વેચાણ દસ્તાવેજ કરવાનો રહેશે.
સદર ઉપર જણાવેલ શરતો મુજબ અમો આપનાર વેચાણ કિંમતના પુરેપુરા રૂપિયા લઈ તમોને વેચાણનો પાકો દસ્તાવેજ ન કરી આપીએ તો તમો લખી લેનાર અમો લખી આપનારના ખર્ચે અને જોખમે કોર્ટ મારફતે કાયદેસર રીતે વેચાણ દસ્તાવેજ કરી લેવા તેમજ સદર મિલકતનો કબ્જો લેવા આથી તમો લખી લેનાર હક્કદાર થાને અધિકારી છો એમાં અમો લખી આપનારની કે અમારા વંશ, વાલી, વારસોને કોઈપણ તકરાર ચાલે નહી. તેવીજ રીતે ઉપરોક્ત વેચાણ કિંમતના બાકી પડતાં નાણાં ઉપરોક્ત જણાવેલી મુદતમાં તમો લખી લેનાર ચુકવવામાં નિષ્ફળ જાવ તો તમો લખી લેનારે આપેલ બાના પેટેની રકમ ફોરફીટ ગણવાની રહેશે અને સદર બાનાખત રદ ગણવાનો રહેશે.
સદર મિલકતનો વેચાણ દસ્તાવેજ કરતી વખતે જે કાંઈપણ ખર્ચ થાય તો તે તમામ ખર્ચ તમો લખી લેનારે ભોગવવાનો છે.
(૩)
આ કબ્જા વગરનો વેચાણ કરાર યાને બાનાખત અમો લખી આપનારે અમારી રાજીખુશીથી તથા અક્કલ હોંશિયારીથી, બીનદબાણે, પુરેપુરૂ વાંચી, વંચાવી, શુદ્ધબુદ્ધિથી લખી આપેલ છે. જે અમો લખી આપનારને તથા અમારા વંશ, વાલી, વારસોને, હરેક રીતે કબુલ, મંજુર અને બંધનકર્તા છે. આ લખ્યુ તે સહિ.
અત્રે ............................................................ મતું
તત્રે ............................................................ શાખ
તત્રે ............................................................ શાખ
|
લખી આપનાર
|
સાક્ષીઓની સહી : ૧. _____________________________________ ૨. _____________________________________ |
પરિશિષ્ટ
| લખી આપનારનું નામ અને સહી | ફોટોગ્રાફ | ડા.હા.ના અંગૂઠાની છાપ |
|---|---|---|
|
સહી: ___________________________ |
||
| લખી લેનારનું નામ અને સહી | ફોટોગ્રાફ | ડા.હા.ના અંગૂઠાની છાપ |
|
સહી: ___________________________ |

Post a Comment