કબ્જા સાથેનો બાનાખતનો કરાર
આજ રોજ અંગ્રેજી તારીખ માહે સને ૨૦૨૬ ના દિને.
| બાનાખત લખી આપનાર | જાતે | ઉ.વ.આ. | ધંધો | રહેવાસી. |
|---|---|---|---|---|
(જેમને હવે પછી આ કબ્જા સાથેનો વેચાણ કરારમાં "લખી આપનાર" એ રીતે સંબોધવામાં આવશે. જેના દરેક શબ્દના અર્થમાં લખી આપનાર પોતે તથા તેમના વંશ, વાલી, વારસો, એકઝીક્યુટરો, એસાઈનીઓ તથા ટ્રાન્સફરીઓ, ઇત્યાદિ વિગેરે તમામનો સમાવેશ થયેલો ગણાશે.)
| બાનાખત લખી લેનાર | જાતે | ઉ.વ.આ. | ધંધો | રહેવાસી. |
|---|---|---|---|---|
(જેમને હવે પછી આ કબ્જા સાથેનો વેચાણ કરારમાં "લખી લેનાર" એ રીતે સંબોધવામાં આવશે. જેના દરેક શબ્દના અર્થમાં લખી લેનાર પોતે તથા તેમના વંશ, વાલી, વારસો, એકઝીક્યુટરો, એસાઈનીઓ તથા ટ્રાન્સફરીઓ, ઇત્યાદિ વિગેરે તમામનો સમાવેશ થયેલો ગણાશે.)
જત અમો લખી આપનાર આ કબ્જા સાથેનો વેચાણ કરાર તમો લખી લેનારને લખી આપી જણાવીએ છીએ કે, નીચે પરિશિષ્ટના જણાવેલી જમીન અમો લખી આપનારની સ્વતંત્ર માલિકી કબ્જા ભોગવટાની છે. અને સદરહું જમીન અમો લખી આપનારના નામે ૭/૧૨ તેમજ ગ્રામ પંચાયતના દફતરે માલિકી હક્કે ચાલતી આવેલ છે.
કે જેનું પુરેપુરુ વર્ણન અને ક્ષેત્રફળ નીચે પરિશિષ્ટમાં જણાવેલ છે. તે વર્ણન અને ક્ષેત્રફળવાળી જમીન અમો લખી આપનારે તમો લખી લેનારને કુલ્લે રૂ. (અંકે રૂપિયા પૂરા) માં વેચાણ આપવાનું નક્કી કર્યું છે. અને તે કિંમત આપણે બંને પક્ષકારોને માન્ય છે. અને તે વેચાણ કિંમતની પુરેપુરી રકમ તમો લખી લેનારે અમો લખી આપનારને નીચેની વિગતે ચુકતે કરેલ છે. અને તેનો સંપૂર્ણ પ્રત્યક્ષ કબ્જો આજરોજ તમો લખી લેનારને સુપ્રત કરેલ છે. અને તમો લખી લેનારે તમારા કબ્જામાં લીધો છે. તેમજ સદરહું જમીન અંગેના અમારા તમામ ટાઇટલ ક્લીયર થયેથી દસ્તાવેજ કરવાનો રહેશે.
(૨) અવેજની વિગત
| કુલ રકમ: |
ઉપરોક્ત પ્રમાણેની અવેજની પુરેપુરી રકમ અમો લખી આપનારને મળી ગયેલ છે. જેની અમો લખી આપનાર આ કબ્જા સાથેના વેચાણ કરારમાં તમો લખી લેનારને પહોંચ તથા કબુલાત આપીએ છીએ. અને હવે પછી સદરહું જમીન અંગે બાકીની બીજી કોઈપણ જાતની રકમ લેવાની બાકી રહેતી નથી. જે અમો લખી આપનાર આ કબ્જા સાથેના વેચાણ કરારથી તમો લખી લેનારને લેખિત બાંહેધરી આપીએ છીએ.
-: પરિશિષ્ટ :-
ડીસ્ટ્રીકટ: , સબ-ડીસ્ટ્રીકટ: , તાલુકાનું ગામ મોજે: ગામે આવેલ ખાતા નં. થી ચાલતી નીચેનાં વર્ણન અને ક્ષેત્રફળવાળી બીનપીયત જુની શરતની ખેતીની જમીન તેમાં આવેલ તમામ ઝાડ,બીડ,સહિત તથા મજકુર જમીનમાં આવવા-જવાના રસ્તાનાં તથા મજકુર જમીનને લગતા તમામ પ્રકારનાં હકો સહીત આ કબ્જા સાથેના કરારથી વેચાણ આપી આજરોજ તમામ સંપૂર્ણ પ્રત્યક્ષ કબ્જામાં સોંપી દીધી છે. જેની વિગત નીચે પ્રમાણે છે.
| બ્લોક/સર્વે નંબર | ખાતા નં. | વેચાણ જમીનનું હે.આરે.પ્રતિ. | આપેલ ક્ષેત્રફળ | આકાર રૂા.પૈસા | સત્તા પ્રકાર |
|---|---|---|---|---|---|
-: ચતુર્દિશા :-
| પૂર્વ | : | |
| પશ્ચિમ | : | |
| ઉત્તર | : | |
| દક્ષિણ | : |
(૧)
સદરહું જમીનમાં અમો લખી આપનાર સિવાય બીજા કોઈનો કોઈપણ પ્રકારે લાગભાગ,દરદાવો કે હકક, હિસ્સો નથી કે એ બીનપીયત જુનીશરતની ખેતીની જમીન આ કરાર થી વેચાણ આપતા અગાઉ અમોએ બીજા કોઈને વેચાણ,ગીરો,બક્ષિસ કે બોજામાં લખી આપેલી નથી કે મજકુર જમીન અંગે કોઈપણ જોડે વેચાણનાં કે અન્ય કરારો કરવામાં આવેલ નથી.
(૨)
સદરહું જમીન અંગે કોઈપણ દિવાની,ફોજદારી,નાદારી કે રેવન્યુ કોર્ટમાં કે બીજી કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારની જમીનગીરી કે ચાર્જમાં લખી આપી જોખમમાં નાંખેલા નથી અને મજકુર જમીન તદ્દન ચોખ્ખી અને બીનજોખમી છે.
(૩)
સદરહું ખેતીની જમીન અંગે જે કાંઈ બોજા કે બીજા હકકમાં સરકારી લેણું,તગાવી કે ખાનગી દેવા અંગેની બોજાની નોંધ હશે તે તમામ અમો લખી આપનારે અમારા ખર્ચે અને જોખમે દુર કરી સદર જમીનનું ટાઇટલ સંપૂર્ણ રીતે ચોખ્ખું અને માર્કેટેબલ કરી આપવાનું રહેશે તેમ છતાં તેના ટાઇટલ સંબંધી કોઈપણ ખામી નીકળી આવે તો તેવી ખામી અમો લખી આપનારે તેમજ અમારા વંશ,વાલી,વારસોએ અમારા ખર્ચે અને જોખમે તમો લખી લેનારને વેચાણ દસ્તાવેજ કરી આપતાં અગાઉ દુર કરી આપવાની રહેશે. અમો લખી આપનારે હવે પછી સદર જમીન ઉપર કોઈપણ જાતનો બોજો કરવાનો નથી અને કરીએ તો તે ભરપાઈ કરવાની સંપૂર્ણ જવાબદારી અમો લખી આપનારે તેમજ અમારા વંશ,વાલી,વારસોની રહેશે.
વધુમાં અમો લખી આપનાર જાહેર કરીએ છીએ કે આ કબ્જા સાથેના વેચાણ કરાર થયા બાદ સદરહું જમીન ઉપર કોઈપણ જાતનો બોજો કરીશું અને તે અંગેની તમો લખી લેનારને જાણ થાય તો તે બોજાની રકમ અમો લખી આપનાર તથા અમારા વંશ,વાલી,વારસો તે બોજાની રકમ ભરપાઈ કરવા બંધાયેલા છે.
(૪)
સદરહું જમીનમાં કોઈ ગણોતીયા કે નોકરોનો લાગભાગ નથી તથા મજકુર જમીન સંબંધે કોઈપણ જાતના ટેનન્સી પ્રકરણો ચાલી આવેલ નથી તથા જમીન અંગે સરકારી કે અર્ધ-સરકારી ખાતાઓ તરફથી જમીન સંપાદન અંગેની કોઈ કાર્યવાહી ચાલુ નથી તેમ છતાં મજકુર જમીન અંગે કોઈપણ ખામી નીકળી આવે તો તે ખામી અમો લખી આપનાર તથા અમારા વંશ,વાલી,વારસો અમારા ખર્ચે અને જોખમે મજકુર જમીનનો તમો લખી લેનારને વેચાણ દસ્તાવેજ કરી આપતાં અગાઉ દુર કરી આપવાનો રહેશે.
(૫)
વધુમાં આપણે પક્ષકારો વચ્ચે એવું પણ નક્કી થયું છે કે વેચાણ આપેલ જમીન અંગે કોઈપણ સરકારી પરવાનગીઓ લાવવાની થાય તો તે લાવી આપ્યા બાદ અમો લખી આપનાર તમો લખી લેનારના કે તમારા પક્ષ ધારણ કરનારના નામનો અગર તો તમો કહો તે નામનો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી આપવાનો રહેશે અને દસ્તાવેજનો તમામ ખર્ચ તમો લખી લેનારે ભોગવવાનો રહેશે.
(૬)
વધુમાં સદરહું જમીનનાં ટાઇટલ બાબતે તેમજ સદરહું જમીનમાં તમો લખી લેનારનો કબ્જો હોવા બાબતે કાયદેસર રીતે તમો લખી લેનાર તમો લખી લેનારના ખર્ચે દૈનિક પેપરમાં જાહેરાત પ્રસિદ્ધ કરવા હક્કદાર છે સહી.
(૭)
સદરહું જમીન અંગેના આજદિન સુધીના તમામ સરકારી કે અર્ધ-સરકારી વેરાઓ કે રેવન્યુ ટેક્ષ કે બીજી કોઈપણ રકમ ભરવાની બાકી નીકળે તો તે ભરવાની તમામ જવાબદારી અમો લખી આપનારી રહેશે. તેમજ સદર જમીન ખરીદનાર જે હેતુ માટે હેતુફેર કરવા સરકારશ્રીની પરવાનગી માંગશે અને તે અંગે સરકારશ્રીમાં ભરવાની થતી રકમ અમો લખી આપનારના શીરે રહેશે.
(૮)
મજકુર જમીન અંગેના આજદિન સુધીના તમામ સરકારી કે અર્ધ-સરકારી વેરાઓ કે રેવન્યુ ટેક્ષ કે બીજી કોઈપણ રકમ ભરવાની બાકી નીકળે તો તે ભરવાની તમામ જવાબદારી અમો લખી આપનારની રહેશે.
(૯)
પરિશિષ્ટવાળી જમીન જી.આઇ.ડી.સી. કે સરકારની અન્ય કોઈપણ સંસ્થા દ્વારા સંપાદીત થાય તો સંપાદનની કાર્યવાહી સમયે જો રેવન્યુ રેકોર્ડમાં લખી આપનારનું નામ દાખલ હશે તો તેવા એવોર્ડની રકમ લખી આપનાર મેળવી શકશે નહી. પરંતુ તેવી રકમ લખી લેનારને મળે તેવી તમામ કાર્યવાહી અને તજવીજ લખી આપનાર કરશે.
(૧૦)
સદરહું લખી આપનાર પોતે તથા તેમના વંશ,વાલી,વારસો, તરફથી આથી બાંહેધરી આપે છે કે, મજકુર વેચાણ સંબંધમાં લખી લેનારને આ કબ્જા સાથેના વેચાણ કરાર થી ચાંદો સુરજ તપે ત્યાં સુધી ભોગવે વસે,વસાવે,વેચે,સાટે તથા ગમે તે પ્રકારનું ખેત ઉત્પાદન કરી તેનો પાકો લેવા યા તેમને મનફાવે તેમ કરવા સંપૂર્ણ હકકદાર છે. અને મજકુર જમીન માંથી નવેનીધ અષ્ટમાં જે કાંઈ પ્રગટ થાય તે લેવા લખી લેનાર હકકદાર છે.
(૧૧)
લખી આપનાર વધુમાં લખી લેનારને બાંહેધરી આપે છે કે પરિશિષ્ટમાં જણાવેલ જમીન અમો લખી આપનારે બીજા કોઈને ગીરો બક્ષિસ,વેચાણ,વીલ કે બીજી કોઈપણ રીતે લખી આપેલ નથી. તેમજ આ જમીન તમો લખી લેનાર સિવાય અગાઉ કોઈપણ વ્યક્તિને ઇસમને,કંપની,પેઢીને,સંસ્થાને અમો લખી આપનારે વેચાણથી,વીલ,ગીરો કે બક્ષિસ,વહેંચણ થી લખી આપેલ નથી કે કોઈપણ રીતે ટ્રાન્સફર યાને તબદીલ કરેલ નથી અને ભવિષ્યમાં આવો કોઈ દસ્તાવેજ કે લેખ મળે તો આ કબ્જા સાથેના વેચાણ કરાર થી તે રદબાતલ ગણાશે.
આ કબ્જા સાથેનો વેચાણ કરાર અમો લખી આપનારે અમારી રાજીખુશીથી,વાંચી,વંચાવી,સમજી, વિચારી મનની સાવધ સ્થિતિમાં કોઈના કોઈપણ જાતના દાબ દબાણ વગર, બીનકેફીયત હાલતમાં કરી આપ્યા છે. જે અમો લખી આપનારને તથા અમારા વંશ,વાલી,વારસોને તમામ પ્રકારે કબુલ મંજુર અને બંધનકર્તા છે સહી.
અત્રે ............................................................ મતું
તત્રે ............................................................ શાખ
તત્રે ............................................................ શાખ
|
બાનાખત લખી આપનાર
|
સાક્ષીઓની સહી : ૧. _____________________________________ ૨. _____________________________________ |
પરિશિષ્ટ
| લખી આપનારનું નામ અને સહી | ફોટોગ્રાફ | ડા.હા.ના અંગૂઠાની છાપ |
|---|---|---|
|
સહી: ___________________________ |
||
| લખી લેનારનું નામ અને સહી | ફોટોગ્રાફ | ડા.હા.ના અંગૂઠાની છાપ |
|
સહી: ___________________________ |

Post a Comment