અમદાવાદના મહેરબાન સિટી સિવિલ એન્ડ સેશન્સ જજ
સાહેબની કોર્ટ સમક્ષ.
સાહેબની કોર્ટ સમક્ષ.
કિ.પ.અ.નં. /૨૦૨૦
| અરજદાર : |
ઉ.વ.આ- , ધંધો- વેપાર રહેવાસી : બી-૩, નીલકંઠ એપાર્ટમેન્ટ, રેલ્વે સ્ટેશન રોડ, સ્વાગત હોટલની પાસે, મણિનગર, અમદાવાદ. ( હાલ જ્યુડિશિયલ કસ્ટડી તા. / /૨૦.. થી... ) |
| વિ. | |
| સમવાળા : | શ્રી સરકાર |
બાબત : રામોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પાર્ટ- A ગુ.ર.નં- ૧૧૧૯૧૦૨૪૨૦૦૨૦૬/૨૦૨૦ કે જે ઇ.પી.કો.કલમ- ૩૦૭,૩૨૪,૩૨૩,૨૯૪ (ખ), ૧૧૪ વિગેરે મુજબના ગુના ના કામે કામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ- ૪૮૩ મુજબ હાલના અરજદારની કાયમી જામીન મેળવવા માટે ની પ્રથમ વખત ની અરજી....
આ કામના અરજદાર તરફ્ અમો એડવોકેટની આપ ના.કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે,
સદર કામમાં ટૂંકમાં હકીકત એવી છે કે,.....
આ કામ ના ફરિયાદ શ્રી એ રીતે આક્ષેપો કરતી ફરિયાદ હકીકત લખાવેલી કે,
(૧)
“ફરિયાદમાં જણાવેલ તા.ટા. અને જગ્યાએ ફરિયાદીના સાળાના ઘર આગળ બૂમાબૂમ થતાં ફરિયાદી તેમના ઘરની બહાર આવતા આરોપીઓ ફરિયાદીના સાળાના દીકરા રૂપસિંહ ઉર્ફે લલ્લા સાથે બોલાચાલી ઝગડો કરી બિભીત્સ ગાળો બોલી ગડદાપાટુનો માર મારી તેમજ લાકડીના દંડા તથા લોખંડની એંગલ જેવા ધારદાર હથિયારથી ફરિયાદીને તથા સાહેદને જીવલેણ ઇજા કરી ગુનો કર્યા વિગેરે બાબત ...(૨) વધુમાં હાલના અરજદારને ઉપરોક્ત ગુનાના કામે પોલીસે તા.૦૨/૦૩/૨૦૨૦ના રોજ અટક કરી નામદાર મેટ્રો.મેજી.કોર્ટ સમક્ષ તા ૦૩/૦૩/૨૦૨૦ના રોજ રજૂ કરતાં નામદાર.મેટ્રો.મેજી.સમક્ષ રિમાન્ડ ની માંગણી ના કરતાં નામદાર મેટ્રો.મેજી.કોર્ટે અરજદારને જ્યુડિશિયલ કસ્ટડી માં મોકલવાનો હુકમ કરેલ હોય હાલ અરજદાર કાચા કામના કેદી હોય આ કાયમી જામીન કરવાનું કારણ ઉપસ્થિત થયેલ છે.
(૩)
હાલના અરજદારની કાયમી જામીન મેળવવા માટે ની આ પ્રથમ વખતની અરજી છે.
કાયમી જામીન અરજીના કારણો....
(૧)
હાલના અરજદાર તદ્દન નિર્દોષ તથા બે ગુનાહ વ્યક્તિ છે કહેવાતા ગંભીર પ્રકારના ગુનામાં તેઓએ કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગ ભજવેલ નથી તેથી પણ હાલના અરજદારને યોગ્ય શરતો ને આધીન કાયમી જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી...
વધુમાં હાલના અરજદાર પાસેથી કોઈપણ જાતના મુદ્દામાલની રિકવરી કે ડિસ્કવરી કરવાની રહેતી ના હોઈ તપાસમાં અરજદારની હાજરી ની જરૂર જણાતી ના હોઈ તેથી પણ હાલના અરજદારને યોગ્ય શરતો ને આધીન કાયમી જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી...
વધુમાં હાલના અરજદાર પાસેથી કોઈપણ જાતના મુદ્દામાલની રિકવરી કે ડિસ્કવરી કરવાની રહેતી ના હોઈ તપાસમાં અરજદારની હાજરી ની જરૂર જણાતી ના હોઈ તેથી પણ હાલના અરજદારને યોગ્ય શરતો ને આધીન કાયમી જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી...
(૨)
વધુમાં ઉપરોક્ત ગુનાના કામે હાલના અરજદાર પક્ષ તરફ્ રામોલ પો.સ્ટે. ખાતે પાર્ટ-A ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૦૦૨૦૬/૨૦૨૦ માં ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૨૪, ૩૩૭, ૩૨૩, ૨૯૪(ખ),૧૧૪,-ની ક્રોસ ફરિયાદ નોંધાયેલ હોઈ હાલના અરજદાર પોતે ભોગબનાનાર વ્યક્તિ હોય અરજદારને યોગ્ય શરતો ને આધીન કાયમી જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી...
(૩)
વધુમાં હાલના અરજદાર બનાવના દિવસ થી તા.૦૨/૦૨/૨૦૨૦ સુધી અમદાવાદના એલ.જી.હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા હોઈ હાલના અરજદારના માથાના મધ્ય ભાગ માં ગંભીર પ્રકારની ઇજાઓ થયેલ હોઈ અરજદાર ને માથાના ના ભાગે અગિયાર થી બાર ટાંકા હોઈ અરજદારને હજુ હોસ્પિટલ ખાતે સારવાર કરાવવાની બાકી રહેતી હોય તેથી પણ હાલના અરજદારને યોગ્ય શરતો ને આધીન કાયમી જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી...
(૪)
વધુમાં હાલના અરજદાર અરજીમાં બતાવેલા સરનામે કાયમી વસવાટ ધરાવે છે ક્યાય નાસી ભાગી જાય તેવા નથી તેઓના પરિવારમાં પત્ની તથા બાળકો ની જવાબદારી તેઓ ના શીરે છે, અરજદારનો પુત્ર ખૂબ નાની વયનો હોઈ પુત્રની સાળ-સંભાળ માટે પણ અરજદારની હાજરી ખૂબ જ જરૂરી જણાતી હોય તેથી પણ હાલના અરજદારને યોગ્ય શરતો ને આધીન કાયમી જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી...
(૫)
વધુ માં હાલના અરજદાર અમદાવાદ શહેરમાં સ્થાવર તેમજ જંગમ મિલકતો ધરાવે છે. વેપારી માણસ હોઈ ઇન્કમટેક્સ રિટર્ન પણ ફાઇલ કરતા હોઈ ક્યાય નાસી ભાગી જાય તેમ ના હોઈ તેથી પણ હાલના અરજદારને યોગ્ય શરતો ને આધીન કાયમી જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી...
(૬)
વધુમાં નામદાર સુપ્રીમ કોર્ટે ૨૦૧૨(૧) જી. એલ. એચ., પાનાં નં. ૬૩, સંજય ચંદ્રા v/s સી. બી. આઈ.ના ચુકાદામાં પ્રસ્થાપિત કરેલ સિદ્ધાંત ધ્યાને લેતા અરજદાર / આરોપીને શરતોને આધીન જામીન આપવા યોગ્ય કેસ હોવાનું જણાઈ આવતું હોય ન્યાયના વિશાળ હિતમાં શરતો ને આધીન કાયમી જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી.
(૭)
વધુમાં અરજદાર નામદાર કોર્ટ ફરમાવે તે તમામ શરતો ચુસ્ત પણ પાલન કરવાની ખાત્રી તથા બાંહેધરી આપતા હોઈ તેથી પણ હાલના અરજદારને યોગ્ય શરતો ને આધીન કાયમી જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી...
૪.
સબબ અરજ કરવાની કે :-
રામોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પાર્ટ- A ગુ.ર.નં- ૧૧૧૯૧૦૨૪૨૦૦૨૦૬/૨૦૨૦ કે જે ઇ.પી.કો. કલમ -૩૦૭, ૩૨૪, ૩૨૩, ૨૯૪(ખ), ૧૧૪ વિગેરે મુજબના ગુના ના કામે સી.આર.પી.સી. ની કલમ- ૪૩૯ મુજબ હાલના અરજદારને કાયમી જામીન ઉપર મુક્ત કરવા મહેરબાની કરશોજી
➔ આ સિવાય આપ નામદાર કોર્ટ ને બીજી કોઈ યોગ્ય અને વ્યાજબી લાગે તે અન્ય દાદ આપશોજી...

Post a Comment