Comments

છૂટાછેડા યાને ફારગતીનો દસ્તાવેજ

છૂટાછેડા યાને ફારગતીનો દસ્તાવેજ
છૂટાછેડા યાને ફારગતીનો દસ્તાવેજ
એકતરફવાળા :- નામ
( લખી આપનાર ) ઉ.વ. ,   ધર્મે - ,   ધંધો -
રેહે.
બીજીતરફવાળા :- નામ
( લખાવી લેનાર ) ઉ.વ. ,   ધર્મે - ,   ધંધો -
રેહે.
જત આજરોજ આપણે બન્ને તરફવાળાઓ આ છૂટાછેડા યાની ફારગતીનો લેખ એકબીજાની સંમતિથી સંયુક્ત રીતે નીચે મુજબ કરીએ છીએ.
(૧)
અમો એકતરફવાળાના લગ્ન તમો બીજીતરફવાળા સાથે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આપણી જ્ઞાતિના રીત-રિવાજ મુજબ તારીખ : ના રોજ અમદાવાદ મુકામે થયેલા.
(૨)
લગ્ન બાદ એકતરફવાળા બીજીતરફવાળાને પોતા ઘરે પત્ની તરીકે લઈ ગયેલા ત્યારથી આપણે બન્ને તરફવાળાઓએ પતિ-પત્ની તરીકેનું એકતરફવાળાના ત્યાં સાથે રહી કૌટુંબિક જીવન શરૂ કરેલું અને લગ્નના હક્કો પૂરા કરેલા.
(૩)
આપણા લગ્ન જીવનથી એક પુત્રી નામે નો જન્મ થયેલ છે જેની હાલ ઉંમર વર્ષની છે. તે સિવાય અન્ય કોઈ બાળક નો જન્મ થયેલ નથી તેમજ બીજીતરફવાળા હાલ એકતરફવાળાથી સગર્ભા નથી.
(૪)
આપણે બન્ને પક્ષકારો વચ્ચે લગ્ન બાદ વૈચારિક મતભેદો શરૂ થયેલા અને આપણા બન્નેના સગા-સંબંધીઓ અને મિત્રોના સમજાવટ છતાં આપણા વિચારોમાં અને વર્તનમાં કોઈ પરિવર્તન આવે તેમ લાગતું નથી અને સમાધાનના તમામ પ્રયત્નો નિષ્ફળ બનેલા છે અને આપણા સંબંધો ની તિરાડ દિનપ્રતિદિન વધતી જાય છે.
(૫)
તેથી આપણે બન્ને પક્ષકારોના હિતમાં પણ છેવટે એવું નક્કી કર્યું કે, આપણે આપણા લગ્નનો અંત આણવો અને તેથી નક્કી થયા પ્રમાણે આજરોજ આ દસ્તાવેજથી આપણા લગ્નનો વિચ્છેદ કરીએ છીએ યાને પતિ-પત્નીના સંબંધથી છૂટા થઈએ છીએ.
(૬)
આજરોજ થી આપણી વચ્ચે પતિ-પત્નીનો કોઈ સંબંધ રહેતો નથી તેથી આપણું બન્ને પક્ષકારો આપણા ભાવિ જીવન અંગે સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકવા હક્કદાર છીએ અને એકબીજાને પસંદ પડે તે પાત્ર સાથે પુન લગ્ન જીવનથી ઘર સંસાર શરૂ કરવા હક્કદાર છીએ તેવા વખતે કોઈએ એકબીજાને આડખીલી રૂપ બનવાનું નથી.
(૭)
આ સિવાય આપણે બન્ને પક્ષકારોએ નામદાર કોર્ટમાંથી છૂટાછેડા મેળવવા અંગેનો ઓર્ડર મેળવવા એટલે કે ડિક્રી મેળવવા માટે પરસ્પરની સંમતિ થી દાખલ કરવાની છે અને તે અરજીમાં આપણે બન્ને પક્ષકારોએ કોઈપણ જાતની રોકટોક વગર કોર્ટમાં દરેક મુદતે હાજર રહેવાનું છે અને કોર્ટમાં થતી તમામ પ્રકારની કાર્યવાહીમાં એકબીજાને પૂરો સાથ સહકાર આપવાનો છે અને સહી-મત્તા કરી આપવાના છે.
(८)
બન્ને પક્ષકારોને લગ્ન અંગેના તમામ દર-દાગીના ચીજ-વસ્તુઓ જેવી કે સોના-ચાંદીના દાગીના કપડાં વિગેરે બીજીતરફવાળાએ એકતરફવાળાને અને એકતરફવાળાએ બીજીતરફવાળાને સોના-ચાંદીના દાગીના વગેરે પરત આપી દીધેલ છે અને તે અંગે કોઈની કોઈ તકરાર નથી તેથી ભવિષ્યમાં આવી બાબતે તકરાર ઉભી કરવાની રહેતી નથી. તેમજ લગ્નકાળ દરમિયાનના જે કોઈ ફોટા કે સાહિત્ય હોય તેનો નાશ કરવાનો રહેશે. તે ઉપરાંત અમો એકતરફવાળાએ તમો બીજીતરફવાળાના નક્કી થયા મુજબ સમાધાનના ભાગરૂપે રૂપિયા /- અંકે રૂપિયા /- પૂરા દીકરી નામે ના કાયમી ભરણ પોષણ પેટે ચૂકવી આપેલ છે અને તેમાંથી જે વ્યાજ મળે તે દીકરીના કરવા પડતાં ખર્ચ પેટે ઉપયોગ કરવાનો રહેશે. તેમ છતાં મૂડીમાંથી ઉપયોગ કરવાનો થાય તો તેનો ઉપયોગ કરવાનો અને તેની જાણ એકતરફવાળાને કરવાની રહેશે તેમજ દીકરી જ્યારે લગ્ન કરવાની ઉંમર થાય ત્યારે દીકરીના પિતા એટલેકે તેમની ઇચ્છા શક્તિ પ્રમાણે દીકરીને જે કાઇ આપવું હોય તે આપશે. જેઠ કરીને હવે પછી થી અમો બીજીતરફવાળા તમો એકતરફવાળા પાસેથી કોઈપણ જાતની રકમ લેવાની બાકી રહેતી નથી જેથી હવે નામદાર કોર્ટમાંથી કેસ પરત ખેંચતી વખતે કોઈપણ જાતની વધારાની રકમ ની માંગણી બીજીતરફવાળાએ એકતરફવાળા પાસે માંગવાઇ નથી.
(૯)
અમો બીજીતરફવાળા દ્વારા તમો એકતરફવાળા વિરૂદ્ધ અમદાવાદના મે. ફેમિલી જજ સાહેબની કોર્ટમાં અરજી નં. થી ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૧૨૫ અન્વયે ભરણ પોષણ મેળવવા અરજી કરેલ છે તે અરજી અમો બીજીતરફવાળાએ તમો એકતરફવાળાએ જાતે હાજર રહી ડિક્રી મેળવવાની રહેશે અને જરૂર પડશે ત્યાં સહી મત્તા હાજર રહી કરી આપવાના રહેશે અને અમો એકતરફવાળાએ આપણી બન્ને વચ્ચે સમાધાન થઈ ગયેલ હોવાથી સદરહુ અરજી પરત ખેંચી લેવાની છે અને હવે પછી કોઈપણ જાતનો કેસ કે ફરિયાદ અમો બીજીતરફવાળાએ, તમો એકતરફવાળા સામે કરવાની નથી અને હાલમાં થયેલ વકીલ ફી નો ખર્ચ બન્ને પક્ષકારોએ અડધો અડધો ભોગવેલ છે.
(૧૦)
એ રીતેનો છૂટાછેડાનો કરાર અમો એકતરફવાળાએ રૂપિયા ૩૦૦/- ના સ્ટેમ્પ ઉપર તમો બીજીતરફવાળાને લખી આપેલ છે તેવી જ રીતે અમો બીજીતરફવાળાએ રૂપિયા ૩૦૦/- ના સ્ટેમ્પ ઉપર તમો એકતરફવાળાને લખી આપેલ છે.
આમ ઉપરથી તમામ હકીકતોએ આપણે બન્ને જણાએ આપણી રાજીખુશીથી, સ્વતંત્ર મરજી, શુદ્ધબુદ્ધિથી, અક્કલ હોંશિયારીથી, તનમનના સંપૂર્ણ સાવધપણામાં, કોઈની પણ શેહ શરમ કે દબાણમાં આવ્યા સિવાય કે ખોટી લાગણીથી તણાયા સિવાય વાંચી, સમજી, વિચારીને આ છૂટાછેડા યાને લગ્ન વિચ્છેદ યાની ફારગતીન દસ્તાવેજ કારઇ આપણા લગ્નનો આણી પતિ-પત્ની તરીકેના સંબંધથી છૂટા થયા છીએ તે બન્ને પક્ષકારો ને તથા અમારા કુટુંબીજનો, વંશ,વાલી, વારસો ઇત્યાદી તમામને તમામ રીતે કાબુલ મંજૂર અને બંધનકર્તા છે જે બદલ આપણે આપણી સહીઓ નીચેના બે સાક્ષીઓ રૂબરૂ આજરોજ તારીખ : મહિનો : વર્ષ : ના રોજ શહેર અમદાવાદ મધ્યે .
અત્રે મતું અત્રે મતું




સાક્ષી નં ૧.




સાક્ષી ૨

Post a Comment

Previous Post Next Post