Comments

ભાડા કરાર

ભાડા કરાર ફોર્મેટ
:: ભાડા કરાર ::
( ૧૧ મહિના અને ૨૯ દિવસ)
લખી આપનાર : - નામ :
( ભાડુઆત ) ઉ.વ.આ. -
ધર્મે : -
ધંધો : -
રહેઠાણ : -
લખાવી લેનાર : - નામ : -
( માલિક ) ઉ.વ.આ. -
ધર્મે : -
ધંધો : -
રહેઠાણ : -
જત અમો લખી આપનાર તમો લખાવી લેનારને આ ભાડા કરાર કરીને લખી આપી જાહેર કરીએ છીએ કે,
ડિસ્ટ્રિક્ટ સબ-ડિસ્ટ્રિક્ટ અમદાવાદના શહેર અમદાવાદનાં વિસ્તાર માં આવેલ ની દુકાન નં. વાળી મિલકત તમો લખાવી લેનારના નામે માલિકી, કબ્જા, ભોગવટાની આવેલી છે તે મિલકત તમોએ અમો લખી આપનાર ને ભાડેથી આપેલ છે. જેને આ લેખમાં “સદરહુ મિલકત એ રીતે સંબોધેલ છે. જે મિલકત અમો લખી આપનારે એનટેક ઇલેક્ટ્રિકલ ના નામથી ધંધા હેતુ માટે ભાડે થી રાખેલ છે જેની શરતો નીચે મુજબ છે.
(૧)
સદરહુ મિલકત અમો લખી આપનારે તમો લખાવી લેનરની પાસે થી તા. ના રોજ થી અમારા પોતાના ધંધા ના ઉપયોગ કરવા સારું રાખેલ છે.
(૨)
સદર મિલકત નું માસિક ભાડું રૂ. /- અંકે રૂ. /- પૂરા અમો લખી આપનારે તમો લખાવી લેનારને નિયમિત ધોરણે દર મહિનાની ૧૦ તારીખ સુધીમાં ચુકવવાના રહેશે.
(૩)
સદરહુ મિલકતના ભાડા ઉપરાંત જે કાઇ ઇલેક્ટ્રિક બિલ , ટેક્સ વગેરે જે કાઇ આવે તે અમો લખી આપનારે નિયમિત પણે ચૂકવવાનું રહેશે.
(૪)
સદરહુ મિલકતનો ઉપયોગ આજુબાજુના રહીશો નો ન્યૂશંશ કે એનોયન્સ થાય નહીં તે અમો લખી આપનારે કરવા – કરાવવા નો રહેશે.
(૫)
સદરું મિલકત અમો લખી આપનારે અન્ય ત્રાહિત વ્યક્તિને પેટા ભાડે કે ટ્રાન્સફર, એસાઇન કરવા કરાવવા ની નથી કે મિલકતમાં કોઈપણ જાતના સુધારા વધારા તમો લખાવી લેનારની લેખિત પરવાનગી સિવાય કરવા કરાવવા ના નથી.
(૬)
સદરું મિલકતને નુકસાન થાય તેવા કોઈ જ્વલનશીલ પદાર્થ અમો લખી આપનારે રાખવાના નથી.
(૭)
સદરહુ મિલકતની મુદત અગાઉ તમો લકવી લેનારને જરૂર હોય તો અમો લખી આપનારને એક માસ અગાઉ જાણ કરવાની રહેશે. અને તેવી જ રીતે સદરહુ મિલકત ન મુદત અગાઉ અમો લખી આપનારને જરૂરત ન હોય તો તમો લખાવી લેનારને એક માસ અગાઉ આન કરવાની રહેશે.
(૮)
સદરહુ મિલકત ડિપોઝિટ પેટે અમો લખી આપનારે તમો લખાવી લેનાર ને રૂ. /- અંકે રૂ /- પૂરા આપેલા છે જે ડિપોઝિટ ની રકમ ભાડા કરારની મુદત પૂરી થયે તમો લખી આપનારને વગર વ્યાજે પરત આપવાના રહેશે. જેમાં લાઇટબિલ, ટેક્સબિલ, ભાડાની રકમ બાકી હોય તો તે મજરે આપવાની રહેશે.
(૯)
આ ભાડા કરાર ની મુદત તા. /- થી શરૂ થઈ માસ ૧૧, અને ૨૯ દિવસ સુધીની નક્કી કરવામાં આવેલ છે. અને સદરું મુદત પૂરી થયેથી આ કરાર ની રૂએ આપોઆપ આ ભાડા કરાર રદ બાતલ ગણાશે અને સદરું મિલકત નો શાંત , ખાલી અને પ્રત્યક્ષ કબ્જો અમો લખી આપનારે તમો લખાવી લેનારને પરત સોપવાનો રહેશે.
(૧૦)
સદરું મિલકત અમો લખી આપનાર તમો લખાવી લેનાર વધુ સમય માટે ભાડે રાખવા કે આપવા માંગતા હોવ તો ભવિષ્યમાં નવો કરાર ૧૦ ટકા ના ભાડાના વધારા સાથે કરવાનો રહેશે.
(૧૧)
અમો લખી આપનાર ભવિષ્ય માં ક્યારે પણ ધી બોમ્બે (ગુજરાત) રેન્ટ એક્ટ ની જોગવાઇઓ નો લાભ લઈશું નહીં.
એ રીતે ઉપર મુજબ નો ભાડા કરાર અમો લખી આપનારે અમારી રાજીખુશી થી અક્કલ હોંશિયારી થી મુક્ત સમતિથી તમો લખાવી લેનારને લખી આપેલ છે. જે અમોને તથા અમારા વંશ, વાલી, વારસો ઇત્યાદી તમામ ને તમામ રીતે કાબુલ, મંજૂર અને બંધન કરતાં છે,અને રહેશે.
આજ રોજ તારીખ મહિનો વર્ષ ના રોજ શહેર અમદાવાદ મધ્યે .
અત્રે મતું અત્રે મતું




સાક્ષી નં ૧.




સાક્ષી ૨

Post a Comment

Previous Post Next Post