સાહસ, શૌર્ય, સેવા, તબીબી અને જાહેર સુખાકારી ક્ષેત્રે એવોર્ડ
ગુજરાતની પ્રજા વીરતા ભર્યા અને સાહસીક કાર્ય તથા સેવાના કાર્ય પ્રત્યેર અભિમુખ બને તથા જીવનમાં વિવિધ ક્ષેત્રે જીવ સટોસટના પરાક્રમો કરવા પ્રેરાય, હોઈ આફત સામે કોઈપણ બદલાની ભાવના સિવાય સેવા અને મદદ કરવા પ્રેરાય તે હેતુથી આ યોજના મંજુર કરવામાં આવેલ છે.
આ યોજનાનો લાભ ૩૫ વર્ષ સુધીના યુવક-યુવતીઓ માટે અમલમાં છે.
આ યોજના પ્રમાણે નીચે દર્શાવેલ સાહસિક કાર્યો, વીરતાભર્યા કાર્યો પારીતોષિકને પાત્ર ગણાય છે.
અકસ્માત, દુષ્કાળ, જળપ્રલય, આગ, રોગચાળો જેવા પ્રસંગોમાં જીવ સટોસટની કામગીરી, ચોર લુંટારા, ધાડ કે હુમલા સામે જીવન જોખમે સ્ત્રી, બાળકો કે કોઈ પ્રજાજન અથવા ગામનું રક્ષણ કરવાનું કાર્ય બિનસીપાઈ, બિન સૈનીક વ્ય્કિતઓના અસાધારણ નૈતીક તાકાત બતાવવાના કાર્ય માટે તથા તબીબી જાહેર સુખાકારી ક્ષેત્રે બજાવેલ વિશિષ્ટ સિધ્ધિ માટે.
માતૃભૂમિ યુવા શકિત કેન્દ્ર
યુવક મંડલોને માન્યતા - ગ્રાન્ટ્ આપવાની યોજનાનું નામકરણ બદલીને ૧૯૯૯-૨૦૦૦ના વર્ષ થી માતૃભૂમિ યુવા શકિત કેન્દ્રની સ્થાપના થતા આ કેન્દ્ર માટે નિયમો તથા પ્રવૃત્તિઓ નીચે મુજબ નક્કી કરવામાં આવેલ છે.
માતૃભૂમિ યુવા શકિત કેન્દ્રોના નિયમો નીચે પ્રમાણે છે.
- પ્રત્યેક ગામમાં ગ્રામ્યકક્ષાનું એકજ કેન્દ્ર રહેશે.
- કેન્દ્રમાં ઓછામાં ઓછા ૩૦ સભ્યો જોઈએ.
- કેન્દ્ર નાત, જાત, ધર્મ, ભાષા કે પ્રાંતના ભેદભાવ વગર કાર્ય કરશે.
- ૧૫ થી ૩૫ વર્ષની ઉમર મર્યાદાવાળા યુવક-યુવતીઓ સભ્ય થઈ શકશે.
- એક વ્યકિત એકજ કેન્દ્રમાં સભ્ય થઈ શકશે, અન્ય કેન્દ્ર્માં સભ્ય થઈ શકશે નહી.
- કેન્દ્રમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, તથા ખજાનચીનો હોદો એક વર્ષ સુધી સંભાળી શકશે.
- કેન્દ્રની વાર્ષિક સભ્ય, ફી રૂ.૫ થી વધારે રાખી શકાશે નહી.
- કેન્દ્રનું હિસાબી વર્ષ તારીખ ૧/૪ થી ૩૧/૩ સુધીનું રહેશે.
- કેન્દ્ર પોતાની આર્થિક સધ્ધરતા માટે ગ્રામજનો તથા અન્ય. સંસ્થાઓ પાસેથી ભેટ-સોગાદ, દાન મેળવી શકશે અને તેનો હિસાબ અલગ રાખવાનો રહેશે.
- કેન્દ્રમાં એક વર્ષ ભાઈ અને બીજા વર્ષ મહિલાએ પ્રમુખ તરીકેનો હોદો ક્રમાનુસાર સંભાળવાનો રહેશે.
- ભારત સરકાર, રાજય સરકાર, રાજય સરકારની સ્થાનિક સ્વલરાજયની સંસ્થાઓ, રાજય સરકારની અર્ધ સરકારી કચેરીઓના સહયોગથી ગામની જરૂરીયાતોને અનુલક્ષીને મદદરૂપ થાય તેવી કામગીરી કેન્દ્રએ કરવાની રહેશે.
- કેન્દ્રના ઉદેશો, હેતુઓ, સભ્યોની યાદી, કારોબારીની નામાવલી, કામગીરીનો એહવાલ ,ખર્ચ ના આવક-જાવકના હિસાબો કેન્દ્ર્ના પ્રમુખે દર વર્ષ મોકલી આપવાના રહેશે.
- કેન્દ્ર દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવે તેની જાણ જે તે જિલ્લા રમતગમત અધિકારીને અચુક પણે કરવાની રહેશે.
- પ્રત્યેક કેન્દ્રની કામગીરીને ધ્યાનમાં રાખીને રૂ.૧,૦૦૦ ભંડોળ તરીકે આપવામાં આવશે. તેનો વપરાશ ૩ વર્ષ સુધી કરી શકાશે નહી, પરંતુ આ રકમની વ્યાજની રકમનો ઉપયોગ કરી શકાશે.
માતૃભુમિ યુવા શકિત કેન્દ્રો ની પ્રવૃતિઓની વિગતો.
- તંદુરસ્ત અને સમાજ પોષક, આનંદ પ્રમોદ, રમતગમત, શોખ અને કલાની ખીલવણીની પ્રવૃતિઓ.
- ગામની જરૂરીયાત ધ્યાનમાં રાખી રચનાત્મક પ્રવૃતિઓનું આયોજન.
- ગામના સ્થાનીક પ્રશ્નોનું સર્વગ્રાહી અવલોકન કરી નિકાલની કામગીરી.
- રકતદાન શિબિર, નેત્રદાન યજ્ઞ વગેરે સામાજીક પ્રવૃતિઓ તરફ અભિમુખ કરી તંદુરસ્ત રાજય, રાષ્ટ્રના નિર્માણમાં યુવા શકિતનો ઉપયોગ કરવો.
- આત્મવવિશ્વાસ, બંધુત્વની ભાવના, દેશ પ્રેમ અને ભાવાત્મક એકતા કેળવાય તેવી પ્રવૃતિઓ.
- રાષ્ટ્રીય તેમજ ધાર્મિક ઉત્સવો, ધર્ મના ભેદભાવ વગર ઉજવવા તથા મહાપુરૂષના જન્મ દિવસ અને નિર્વાણ દિનની સામુહિક અને સમુચિત ઉજવણી કરવી.
- વ્યવસાયલક્ષી, રોજગારલક્ષી, વ્યાપાર, ધંધો વગેરે ક્ષેત્રમાં જરૂરી માર્ગદર્શન માટે વ્યવસ્થા ગોઠવવી.
- પગપાળા પ્રવાસ, સાયકલ પ્રવાસ તથા સાહસિક પ્રવૃતિઓનું આયોજન.
- ગામની મોજણી કરવી.
- પ્રૌઢશિક્ષણ, વનીકરણ, કુંટુંબ નિયોજન જેવા રાજયના
- અગત્યના કાર્યક્રમોનું આયોજન કરવુ.
- સ્થાનિક કક્ષાએ રમતોનું આયોજન કરવુ, આકસ્મિક સંજોગોનો સામનો કરવા સ્વયં સેવક દળ ઉભૂ કરવુ.
- સરકારશ્રીની યોજનાઓનો અસરકારક અમલીકરણ થાય તે માટે જરૂરી સહયોગ પુરો પાડવાનો રહેશે.
- આ કચેરી તથા તેની તાબાની કચેરી તરફથી જે પ્રવૃતિઓ સોપવામાં આવે તેની કામગીરી કરવી.
રાજય પર્વતારોહણ પારિતોષિક યોજના
શિખર આરોહણ, પર્વતારોહણ તથા ખડક ચઢાણ જેવી જોખમી અને સાહસિક પ્રવૃત્તિઓ તરફ રાજ્યના યુવાધનને ઉત્સાહભેર જોતરવા, પ્રેરણા આપવા અને પર્વતારોહણ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરતા રાજ્યના યુવાધનને સન્માનવા અને બિરદાવવા અંગે પર્વતારોહણ ક્ષેત્રે – પારિતોષિક આપવાની યોજના અમલમાં છે.
પર્વતારોહણ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનારને ‘‘ રાજ્ય પર્વતારોહણ પારિતોષિક ’’ ( State Mountaineering Award ) યોજના અન્વયે રાજ્યના સાહસવીરોને પ્રત્યેકને રૂ.૨૫,૦૦૦/- ( અંકે રૂપિયા પચ્ચીસ હજાર પુરા)નો રોકડ પુરસ્કાર, સ્મૃતીચિન્હ અને પ્રમાણપત્ર પ્રતિ વર્ષ એનાયત કરવામાં આવશે.
અરજદાર સાહસવીરે પારિતોષિક માટે જરૂરી લાયકાત, નિયમો તથા શરતોઃ
- ૭૦૦૦ મીટર ઊંચાઇ એક વખત અથવા ૬૦૦૦ મીટરથી વધુ ઊંચાઇ બે વખત ચઢેલા હોવા જોઇએ અને આ અંગેનું ઇન્ડીયન માઉન્ટેનીયરીંગ ફાઉન્ડેશન (IMF) ના નિયામકના પ્રમાણપત્રની નકલ જોડવાની રહેશે.
- અરજદાર ગુજરાતના મૂળ વતની હોવા અંગેનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇશે. (પમાણપત્રની નકલ જોડવાની રહેશે.)
- આ ક્ષેત્રમાં અગાઉ પુરસ્કાર મેળવેલ વ્યક્તિ, પુરસ્કારને પાત્ર રહેશે નહીં.
- કોઇપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ ન હોવાનું પોલીસનું પ્રમાણપત્ર અરજી સાથે રજૂ કરવાનું રહેશે.
- આ પુરસ્કાર મરણોત્તર પણ આપી શકાશે, જે માટે પુરસ્કૃત વ્યક્તિના કાયદેસરના વારસદારએ અરજી કરવાની રહેશે.
- રાજ્ય પર્વતારોહણ પારિતોષિક માટેની મળેલ અરજીઓની ચકાસણી રાજ્યકક્ષાની પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે
- આ સાથે સમાવિષ્ટ પરિશિષ્ટ – ક માં બિડેલ નિયત ફોર્મ મુજબ જરૂરી આધાર પુરાવાઓ સાથે અરજી કરવાની રહેશે. અરજી બે નકલમાં આપવાની રહેશે. અધૂરી અને અસ્પષ્ટ માહિતી વાળી અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. તથા દફતરે કરવામાં આવશે.
- નિયત સમયમર્યાદામાં મળેલ અરજીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.
- પત્ર વ્યવહાર માટેની તમામ વિગતો અને ટેલીફોન / મોબાઇલ નંબર અરજીમાં સ્પષ્ટ લખવો.
- પ્રાપ્ત અરજીઓ માંથી રાજ્યકક્ષાની પસંદગી સમિતિ દ્વારા આખરી પસંદગી કરવામાં આવશે.
- આ યોજનાની તમામ વિગતો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઠરાવ ક્રમાંકઃયસપ/૧૦૨૦૧૭/૨૭૧/બ. મુજબ આખરી રહેશે. આ ઠરાવ જાહેરાતમાં દર્શાવેલ વેબસાઇટ પરથી મળી શકશે.
રાજ્ય પર્વતારોહણ પારિતોષિક મેળવવા માટેનું અરજીપત્રક
(68 KB)
District Level Sports School
રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પ્રોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા પબ્લિક - પ્રાઇવેટ પાર્ટનરશીપથી ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને ચરીતાર્થ કરવા એક સંયોજીત યોજના જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ વર્ષ ૨૦૧૩-૧૪ થી અમલમાં મુકવામાં આવેલ છે.
ખેલમહાકુંભમાંથી શોધેલ સ્પ્રોર્ટસ ટેલેન્ટને જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલમાં યંગ ટેલેન્ટ (પ્રતિભાશાળી) અને પવન ટેલેન્ટ (જે તે રમતમા સિદ્ધિ પ્રાપ્ત કરેલ) ખેલાડીઓ માટે જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલની યોજના વર્ષ ૨૦૧૩-૧૪ માં નવ જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલોની પસંદગી કરી કાર્યાન્વિત કરવામાં આવી હતી. જેમાથી ૬ નિવાસા અને ૩ બિનનિવાસી શાળાઓ પ્રથમ તબક્કામાં ટીચર-૧ ડીએલએસએસ શાળાઓ તરીકે કાર્યરત છે. જેમા યંગ ટેલેન્ટ (વાય.ટી) અને પુવન ટેલેન્ટ (પી.ટી ખેલાડીઓને ડીએલએસએસ યોજના હેઠળ નિવાસી શાળાઓમાં પ્રવેશ અાપી વીના મૂલ્યે શિક્ષણ, અભ્યાસને લગતી સ્ટેશનરી, પુસ્તકો, નિવાસ, ભોજન, શાળાનો ગણવેશ તેમજ રમતને અનુરૂપ અત્યાધુનિક સાધનો અને ડ્રેસ, સ્પોર્ટસ કીટ પુરા પાડવામાં આવે છે.
પસંદ થયેલા ખેલાડીઓને સવાર-સાંજ ધનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે. તેમજ શાળામાં ભણતા બાળકોને ઇનસ્કુલ પ્રોગ્રામ હેઠળ પાંચ પી.ટી.ના પિરીયડમાં નિષ્ણાંત કોચીઝ દ્વારા વૈજ્ઞાનિક ઢબે ધનિષ્ઠ તાલિમ આપવામાં આવે છે. હાલ નિવાસી શાળાઓમાં વિવિધ રમતના કુલ ૫૯૯ ખેલાડી ભાઇઓ-બહેનોને પ્રવેશ આપવામાં આવ્યો તથા ૪૦ જેટલા વિવિધ રમતોના નિષ્ણાંત કોચની સેવાઓ ફાળવવામાં આવી, વર્ષ ૨૦૧૪-૧૫ માં બીજી નવીન શાળાઓની પસંદગી કરવામાં આવે જેમા બે ગ્રાન્ટેડ અને પાંચ નોન ગ્રાન્ટેડ શાળાઓને સમાવેશ કરવામાં આવેલ છે. જે વર્ષ ૨૦૧૩-૧૪ અને વર્ષ ૨૦૧૪-૧૫ ની મળી કુલ ૧૬ શાળાઓ કાર્યરત છે. આ યોજના હેઠળ પ્રત્યેક ખેલાડી દીઠ સરેરાશ વાર્ષિક રૂ. ૨.૨૫ લાખનો ખર્ચ સરકારશ્રી તરફથી કરવામાં આવે છે. ખેલાડીઓને રૂ. ૧.૦૦ લાખ સુધીનું મેડીક્લેમનું સુરક્ષા કવચ આપવામાં આવે છે.
વર્ષ ૨૦૧૭-૧૮માં નવીન ૮ નિવાસી શાળાઓની પસંદગી ડિ.એલ.એસ.એસ. શાળા તરીકે કરવામાં આવેલ છે. જેમા ૬ ગ્રાન્ટેડ અને ૨ નોન ગ્રાન્ટેડ શાળાઓનો સમાવેશ થાય છે. આમ, કુલ ૨૪ શાળાઓમાં ૨૫૦૦ ભાઇ-બહેનોએ પ્રવેશ આપવામાં આવેલ છે. જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત પસંદગિ પામેલ વિવિધ શાળાઓમાં મળી કુલ ૨૧ રમતોની તાલીમ આપવામાં આવે છે.
ડીએલએસએસ યોજના અંતર્ગત નવીન ૧૨ શાળાઓની પસંદગી કરવામાં આવેલ છે.
District Level Sports Schools is a unique and effective scheme launched by Sports Authority of Gujarat (SAG) to identify sporting talent at a young age and nurture it with modern and scientific training, adequate nutrition and extensive tournament exposure combined with good education in reputed schools across the state of Gujarat. It is run under a Public Private Partnership (PPP) model where the state, through SAG, partners with private sector in the form of schools to make available the best facilities and environment required to set off sporting talent on path to sporting success and glory, both nationally and internationally. All the while, the programme makes sure that the children get access to best education in the process.
Eligibility Criteria
There are 3 broad categories of students in DLSS:
- Proven Talent: Those players are eligible who have already performed in:
- SGFI or Various Sports Federation Events
- National Level Events
- State Level Events
Applicants should be under 14 years of age. Applicants meeting above criteria need to participate in a selection camp prior to final selection.
- Young Talent: Identified through Khel Mahakumbh in Under 9 and Under 11 age groups. The applicant should have participated in Taluka/district/corporation level event at Khel Mahakumbh and come first. Applicants meeting above criteria need to participate in a selection camp prior to final selection.
- In-School Talent: Identified within the school where DLSS program is already running.
- How to Apply
Young Talent: Players under 13 years of age should register themselves for Khel Mahakumbh. Upon qualifying their name will be registered by us for further selection process.
Proven Talent: Please drop us a mail at: dlss.sag@gmail.com providing your basic details like age, standard, game and achievements and we shall take over from there.
- Benefits of DLSS Players
Benefits of DLSS Players
(8 MB)ડી.એલ.એસ.એસ. સ્કિમનાં પરીપત્ર
ડી.એલ.એસ.એસ. સ્કિમનાં સરકારી ઠરાવ
જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલો (DLSS School)
- DLSS School List
(121 KB)
- DLSS School List
Scheme for Award to Women Players
Scheme for Award to Women Players
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા. ૧૯-૭-૨૦૦૦ ના ઠરાવ ક્રમાંક એસએજી/૧૦૨૦૦૦/૬૪૪/૪૦બ થી રમતગમત ક્ષેત્રે મહિલાઓનો સર્વાંગી વિકાસ સધાય અને વધુમાં વધુ મહિલાઓ વિવિધ રમતોમાં ભાગ લેતી થાય તે માટે પણ રાજ્ય સરકાર દ્વારા મહિલા ખેલાડીઓને પુરસ્કારની યોજના ૧૯૯૯-૨૦૦૦ થી અમલમાં છે. આ યોજના અંતર્ગત રાષ્ટ્રકક્ષાએ ભાગ લેનાર તેમજ રાજ્ય કક્ષાએ પ્રથમ આવનાર ખેલાડીને રૂા. ૪૮૦૦/-, દ્વિતીય ક્રમે રૂા. ૩૬૦૦/અ તથા તૃતિય ક્રમે રૂા. ૨૪૦૦/- લેખે પુરસ્કાર આપી પુરસ્કૃત કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ૧૧૭૨ ખેલાડીઓને રૂા. ૫૧.૦૩ લાખના રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં ૧૬,૨૯૪ મહિલા ખેલાડીઓને રૂા. ૭૧૪-૭૬ લાખ કરતાં વધુ રકમના પુરસ્કારનું વિતરણ કરવામાં આવેલ છે.
Tribal In school Scheme for Tribal Players
Tribal In school Scheme for Tribal Players
ગુજરાત સરકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના તા.૨૦/૪/૨૦૧૨ના ઠરાવ ક્રમાંકઃએસએજી/૧૦૨૦૧૨/૨૪૬/બ થી આદિજાતિના ખેલાડીઓ માટે આદિજાતિ ક્રિડા કૌશલ્ય વર્ધક કાર્યક્રમ અંતર્ગત સ્કીલ ડેવલપમેન્ટ કોચીંગ કેમ્પની યોજના નવી બાબત તરીકે મુકવામાં આવેલ હતી.
જેનું અમલીકરણ વર્ષ ૨૦૧૨-૧૩ના નાણાંકીય વર્ષથી કરવામાં આવેલ છે. જેમાં ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૪-૧૫ થી આદિજાતિ ક્રિડા કૌશલ્ય અંતર્ગત સ્કીલ ડેવલપમેન્ટ કોચીંગ કેમ્પની જગ્યા એ આ યોજનાના અમલ દરમ્યાનન તેની કાર્ય વ્યવસ્થા વધુ વ્યાંપક સર્વ સમાવેશ અને પરિણામલક્ષી બનાવવા ૨૧ દિવસે કોચીંગ કેમ્પનની જગ્યાયએ પુરા વર્ષ માટે ખેલાડીઓને અલ્પાહાર, સ્પર્ધા દરમ્યાનનો પ્રવાસ, સાધનો તેમજ જરૂર જણાયે મેદાનની સુવિધા તેમજ જે તે રમતના ૩૧ ટ્રેનરો દ્વારા ૮૬૮૦ આદિજાતિના ખેલાડીઓને વિના મુલ્યેે તાલીમ આપવામાં આવે છે. વિભાગના તા.૩૦/૫/૨૦૧૪ના સુધારા ઠરાવથી વર્ષ ૨૦૧૭-૧૮ માં ૧૬ શાળાઓની પસંદગી કરવામાં આવેલ છે.
આદિજાતિ વિસ્તારના ૧૧ જીલ્લાઓમાંથી ૧૬ શાળાઓ પસંદગી કરી આદિજાતિ ઇનસ્કુલ યોજનામાં અમલીકરણ હાથ ધરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૭-૧૮ માં રૂ.૫૦૦.૦૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે. જે પૈકી રૂ. ૩૯૫.૬૭ લાખનો ખર્ચ થયેલ છે.
શિક્ષણ સાથે રમતના સમન્વય યોજના અંતર્ગત ઇન સ્કુલ પ્રોગ્રામ
ગુજરાત સરકાર દ્વારા તા.૪/૮/૨૦૧૪ના ઠરાવ ક્રમાંકઃએસએજી/૧૦૨૦૧૩/૨૪૧૪/ બ થી શિક્ષણ સાથે રમતના સમન્વય માટેની યોજના અંતર્ગત રાજયની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ’’ઇનસ્કુલ’’ યોજના કાર્યાન્વિત કરવા માટે મંજુરી આપવામાં આવેલ છે.
રાજયમાં રમતગમતનો વિકાસ અને તેનો વ્યાપ વધે તે માટે પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોને શિક્ષણ સાથે રમતગમતની તાલીમ આપવામાં આવે તો રાજયનું સ્તર ચોકકસપણે ઉંચુ આવે તેવા ઉમદા હેતુસર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી શિક્ષણ સાથે રમતના સમન્વય માટેની યોજના અંતર્ગત ’’ઇનસ્કુલ પ્રોગ્રામ’’ શરૂ કરવામાં આવેલ છે.
આ યોજના અંતર્ગત ધોરણ-૧ થી ખેલાડીઓની Mortar એબીલીટી અને સ્કીલ ડેવલોપ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ વય પ્રમાણે મલ્ટી સ્પોર્ટસ એકસ્પોઝર આપવામાં આવશે. દા.ત.બોકસીંગ અને શુટીંગ જેવી રમતમાં તાલીમની વય ૧૪ વર્ષ બાદ આપવાની હોય માધ્યમિક શાળામાં પણ આ યોજનાનો સમાવેશ કરવામાં આવેલ છે. આ શાળાઓ સ્પોર્ટસ સ્કુલ માટેની નર્સરી તરીકે કામ કરશે. અને આ નવી યોજના પ્રમાણે બેઝીઝ ઉપર ઓછામાં ઓછી ૫ વર્ષ માટે રમતની તાલીમ માટે આઉટ સોર્સીગ દ્વારા કરવામાં આવશે. જેમાં સાધનો પણ એજન્સી લાવે તેવા પ્રયત્નો કરવામાં આવશે. પરંતુ જરૂર પ્રમાણેના સાધનો અને મેદાન વિગેરે માટે કેપીટલ ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત પુરા વર્ષ માટે ખેલાડીઓને સ્પર્ધા દરમ્યાનનો પ્રવાસ, સાધનો તેમજ જરૂર જણાયે મેદાનની સુવિધા તેમજ જે તે રમતના કુલ ૩૮૭ ટ્રેનરો દ્વારા ખેલાડીઓને તાલીમ આપવામાં આવે છે. જેમાં પી.પી.પી.મોડ પ્રમાણે એજન્સી અને શાળાને શાળાના સમય બાદ સ્થાનિક પ્રજાને પ્રશિક્ષણ આપવા પ્રોત્સાહિત કરવામાં આવનાર છે.
રાજયના ૩૩ જીલ્લાઓમાંથી ૨૦૮ શાળાઓમાં કુલ ૩૮૭ ટ્રેનરો દ્વારા ૧,૦૮,૩૬૦ ખેલાડીઓને તાલીમ આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૭-૧૮ માં રૂ.૨૦૦૦.૦૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે. જે પૈકી રૂ. ૧૭૧૬.૯૧ લાખનો ખર્ચ થયેલ છે.
સ્કુલ સ્પોર્ટસ કોન્ટેકટ પ્રોગ્રામ
રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના તા.ર૮/૦૭/ર૦૧૭ ના ઠરાવ ક્રમાંકઃએસએજી/૧૦ર૦૧૬/ર૪૦પ/બ થી રાજય સરકાર દ્વારા ખેલમહાકુંભમાં સારું પ્રદર્શન કરેલ શાળાઓને સાધનો અને મેદાન સુધારા માટે સહાય અને તે શાળાના વ્યાયામ શિક્ષકોને તાલીમ આપીને શાળાની Capacity Building માટેની યોજના કાર્યાન્વિ્ત કરવામાં આવે છે. આ સ્કુલ સ્પોર્ટસ કોન્ટેકટ પ્રોગ્રામ માટે ચાલુ નાણાંકીય વર્ષ ર૦૧૭-૧૮ માં રૂ.૧૦૦૦.૦૦ લાખની વહીવટી મંજુરી આપવામાં આવેલ છે.
સ્કુલ સ્પોર્ટસ કોન્ટેકટ પ્રોગ્રામ માટે જનરલ પ્લાન સદરમાં રૂ.૬૦૦.૦૦ લાખ, એસ.સીએસ.પી સદરે રૂ.ર૦૦.૦૦ લાખ અને ટી.એસ.પી. સદરે રૂ.ર૦૦.૦૦ લાખ એમ મળીને કુલ રકમ રૂ.૧૦૦૦.૦૦ લાખની બજેટ જોગવાઇ કરવામાં આવેલ છે. આ યોજના ચાલુ નાણાંકીય વર્ષ ર૦૧૭-૧૮માં વહીવટી મંજુરી મળેલ હોવાથી આ યોજનામાં રૂ.૪૬.૪૧ નો ખર્ચ કરવામાં આવેલ છે.
આદીજાતી ઇનસ્કુલ યોજનાનું અરજી પત્રક
(1.13 MB)
સરકારી ઠરાવ
Shaktidoot Scheme
Shaktidoot Scheme
Shaktidoot Scheme was implemented in the year 2006 to give financial assistance to talented players of the state for their need based facilities like advance sports equipment, coaching, services of expert instructors, training, competition expenses (including foreign training & Tournament exposure), psychological workshop, sports medicine and other facilities. The aim of the scheme is talented players from the state should bring glory to the country and state by winning medals at National & International level. The medal winners in Open, Junior, Sub-Junior Championships organized by All India Federations with age limit of 20 years can apply for Shaktidoot Scheme.
In Shaktidoot Scheme from year 2016-17 selection procedure was made on point system and probability of the players for taking part in Olympic 2020/2024 in their respective game. Previously Shaktidoot players were categorized in “A”, “B” & “C” category according to priority games and financial support provided up to Rs.25 Lakh per annum per player. All Shaktidoot Players are insured with Mediclaim & accidental death policy for sum of Rs. 5 Lakh. Since the inception of the Shaktidoot Scheme, more than Rs. 15.66 Crore provided as financial assistance to the players. For year 2017-18 60 players has been selected for Shaktidoot Scheme. Out of that 22 players are identified in the list of targeted player to take part in Olympic 2020/2024. Shaktidoot Scheme as aim of the goal is now preparing Olympians for 2020 & 2024
શક્તિદુત યોજના વર્ષ ૨૦૧૮-૧૯ માટે પસંદગી પામેલ ખેલાડીઓ ની યાદી
ચકાસણી સમિતિ દ્વારા રમતગમત પુરસ્કાર નક્કી કરવા માટે મેળવેલા પોઇન્ટ્સની અને આપવામાં આવેલા ભારાંકની ગણતરી માટે સૂચિત મૂલ્યાંકન સૂચનાઓ
(2.38 MB)
ખેલાડીની યોગ્યતા
- સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડીયા દ્વારા માન્ય રમતો, કોમનવેલ્થ ગેઇમ્સ , એશિયન ગેઇમ્સ તથા આફ્રો એશિયન ગેઇમ્સ અને ઓલિમ્પિકમાં સમાવિષ્ટ રમતોને માન્ય ગણવામાં આવશે અને તેની સિધ્ધીની યોગ્યતાના ધોરણો અંગે સરકારીશ્રી દ્વારા નિયુકત થયેલ સમિતિ દ્વારા નકકી કરવામાં આવશે.
- ૧૨ વર્ષથી નીચેની વયના ખેલાડીઓ જેઓ રાજયકક્ષાએ યોજાનાર સ્પર્ધામાં વિજેતા બને તેમની રમત સિધ્ધિઓના આંકને લક્ષમાં લઇને આ યોજના હેઠળ તેમની પસંદગી કરવામાં આવે છે.
- માન્ય ઓલ ઇન્ડિયા ફેડરેશન દ્વારા યોજાતી ઓપન વિભાગની જુનિયર/ સબ જુનિયર સ્પર્ધાઓમાં વિજેતા થનાર ખેલાડીઓને તેમની સિધ્ધિની અગ્રતાના ધોરણે આ યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવશે.
- આ યોજના માટે પસંદગી પામતા ખેલાડીની અગાઉની બે વર્ષની રમતગમતની સિધ્ધિઓ ધ્યાને લેવામાં આવશે.
- પસંદગી વખતે રમતવીરની ઉંમર ૨૦ વર્ષ સુધીની હોવી જોઇએ. આમ છતાં અન્ય રીતે યોગ્યતા ધરાવતા હોય તેવા ખેલાડીઓના કેસમાં ગુણદોષના આધારે વય મર્યાદામાં છૂટછાટ આપવા સારૂ ખાસ કિસ્સા તરીકે સરકારશ્રીની મંજૂરીને આધીન સહાય આપવા વિચારણા કરી શકાશે.
- કોઇ રમતવીર પ્રતિબંધિત દવાઓનું સેવન કરતા માલૂમ પડશે અથવા બીજી રીતે અશકત થઇ જશે તો તેઓને તાત્કાલિક આ યોજનામાંથી પડતા મૂકવામાં આવશે.
યોગ્યતા માટેના ઉપરોકત માપદંડો સામાન્ય રીતે ધ્યાને લેવામાં આવશે પરંતુ કોઇ રમતવીરની વિશિષ્ટ સિધ્ધિને ધ્યા્ને લઇને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની પ્રતિભા વિસ્તારવા માટે અને તેની ક્ષમતાઓનો પૂર્ણ રીતે વિકાસ થાય તે માટે આ યોજના અન્વયે અપવાદરૂપ કિસ્સા તરીકે આવા ખેલાડીઓ માટે સમિતિ નિર્ણય લઇ શકશે.
શક્તિદૂત યોજના-સમિતિ
આ યોજનાનો લાભ લેવા માટે ઉપરોકત યોગ્યતા ધરાવતા ખેલાડીઓએ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દૈનિક વર્તમાન પત્રમાં જાહેર નિવિદા પ્રસિધ્ધ થયે અરજી કરી શકશે.
સરકારી ઠરાવ
સ્વામી વિવેકાનંદ બિન નિવાસી અને નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર સેન્ટર ઓફ એક્સલન્સ (સી.ઓ.ઈ)
સ્વામી વિવેકાનંદ બિન નિવાસી અને નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર સેન્ટર ઓફ એક્સલન્સ (સી.ઓ.ઈ)
ખેલ પ્રતીભા પુરસ્કાર
અરજી પત્રક
સરકારી ઠરાવ
એસોશિયેશનને રમત ગમત માટે સહાય
અરજી પત્રક
સરકારી ઠરાવ અને પરિપત્ર
Post a Comment