વકીલ શ્રી નું લેટર પેડ
હેડિંગ ( નામ, મોબાઇલ નંબર, સરનામું, સનદ નંબર, ઈ-મેઈલ વિગેરે )
હેડિંગ ( નામ, મોબાઇલ નંબર, સરનામું, સનદ નંબર, ઈ-મેઈલ વિગેરે )
Date:
પ્રતિ શ્રી,
રહે.:- ,
,
.
રહે.:- ,
,
.
બાબત : કાયદેશરના માંગણાની નોટિસ..
આથી અમો એડવોકેટ રહે. ઉપર મુજબનાતે અમારા અસીલ રહે. - ૯/૨૪૩ અમદાવાદનાઓની સૂચના અને ફરમાઇશ થી તમો ને આ અંતિમ નોટિસ યાની ચેતવણી આપી જણાવવાનું કે,
(૧)
અમારા અસીલ ઉપરોક્ત સરનામે રહી ઘરકામ કરી શાંતિપ્રિય નાગરિક તરીકે જીવન જીવે છે તમો અમારા અસીલના ગામના ભાણેજ થતાં હોય તમારા મામા નાઓ એ આપણી એકબીજાની ઓળખાણ કરાવેલી જેથી એકબીજા ને સારી રીતે ઓળખો છો...
(૨)
તમોએ તમારું C-૨૪, સોસાયટી, વાળું મકાન વેચવું છે તેવી ઇચ્છા દર્શાવતા અમારા અસીલે તથા તેમના પતિએ સદર મકાન ખરીદ કરવાનું નક્કી કરેલ જેથી સદર મકાન રૂપિયા ૩૦,૦૦,૦૦/- ( ત્રીસ લાખ ) માં તમોએ અમારા અસીલ ને વેચાણ કરવાનું નક્કી કરેલ જેથી તારીખ : --૨૦ ના રોજ અમારા અસીલના પતિએ બાનાપેટે રૂપિયા ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) તમોને રોકડા આપેલા જે અંગેની પંહોચ તમોએ અમારા અસીલ ને આપેલ અને રૂપિયા ૧,૭૫,૦૦૦/- ( એક લાખ પંચોતેર હજાર ) પૂરા તમારા બેન્ક ઓફ (શાખા) શાખાના એકાઉન્ટ નંબર : વાળા ખાતામાં અમારા અસીલના બેન્ક ઓફ (શાખા) શાખાના એકાઉન્ટ નંબર : ખાતા માંથી તે જ તારીખે રૂપિયા ૧,૭૫,૦૦૦/- RTGS થી ટ્રાન્સફર કરેલ...
(૩)
ત્યારબાદ તારીખ: --૨૦ ના રોજ તમોએ અમારા અસીલના નામનો ઉલ્લેખવાળો એક રજિસ્ટર્ડ બાનાખત નો કરાર(કબ્જાવગરનો) કરી આપેલ અને તે દિવસે અમારા અસીલના પતિએ તેઓની બેન્ક બેન્ક (શાખા) શાખાના ચેક નંબર: થી ૧૦,૦૦,૦૦૦/- (રૂપિયા દસ લાખ પૂરા) ચૂકવી આપેલ. એટલે કે કુલ રકમ ૧૬,૭૫,૦૦૦/- (રૂપિયા સોળ લાખ પંચોતેર હજાર પૂરા) અમારા અસીલે તમોને વેચાણ અવેજ પેટે ચૂકવી આપેલ છે.
(૪)
બાનાની સમયમર્યાદા પૂર્ણ થવા આવ્યા છતાં વારંવાર તમોને દસ્તાવેજ કરી આપવાનું કહેવા છતાં તમો દસ્તાવેજ ન કરી આપતા અમારા અસીલે તથા તેમના પતિ એ તેઓના વકીલ શ્રી દ્વારા તારીખ : //૨૦ ના રોજ બાનાખતના અમલીકરણ ની નોટિસ તમોને મોકલી આપેલ.જેનો તમોએ તારીખ --૨૦ ના રોજ અમારા અસીલ ને ખોટો અને ઉડાઉ જવાબ આપતા અમારા અસીલે તમારા જવાબ નો વળતો જવાબ આપી તારીખ : --૨૦ ના રોજ વળતી નોટિસ આપેલ તેમ છતાં તમો એ બાનાખત ની શરતોનું પાલન ન કરતા અમારા અસીલને પાક્કી ખાત્રી થઈ ગયેલ કે તમો તમારું મકાન અમારા અસીલને વેચવા માંગતા નથી આથી અમારા અસીલના પતિએ તમો વિરૂદ્ધ તારીખ : --૨૦ ના રોજ શીટ માં તથા કચેરીમાં લેખિત ફરિયાદ આપેલ જેની જાણ તમોને થતાં તમોએ અમારા અસીલને મળી તેઓની બાનાપેટે આપેલી રકમના નીચે મુજબના બે ચેક અમારા અસીલ તથા તેઓના પતિના નામના તમોએ જાતે ડ્રો કરીને આપેલ...
| અનુ.નં | બેક નું નામ | શાખા | ચેક નંબર | ચેકની રકમ |
|---|---|---|---|---|
| ૧ | બેક ઓફ | રોડ | 0000 | 5,00,000/- |
| ૨ | 0000 | 11,75,000/- |
(૫)
સદર બન્ને ચેકો આપતી વખતે તમોએ પાક્કો વિશ્વાસ ભરોસો અને ખાત્રી આપેલી કે સદર બન્ને ચેકો બેંકમાં ભર્યે થી અચૂક થી સ્વીકારાઈ જશે આથી અમારા અસીલ તથા તેઓના પતિએ સદર બન્ને ચેકો નો સ્વીકાર કરેલ...
(૬)
અમારા અસીલે સદર ચેક તેઓના ખાતામાં તેઓની બેન્ક શાખા અમદાવાદ ખાતે રજૂ કરતાં સદર ચેક તારીખ : --૨૦ ના રોજ કારણ નંબર (1) Funds Insufficient ના શેરા સાથે વગર સ્વીકારાયે પરત કરેલ આથી અમારા અસીલ ને પાક્કી ખાત્રી થયેલ કે તમો અમારા અસીલના કાયદેસરના લેણા નાણાં ચૂકવવા માંગતા નથી આથી તમોને આ નોટિસ આપી તાકીદ કરવાની કે અમારા અસીલના કાયદેસરના લેણા નીકળતા નાણાં રૂપિયા ,૦૦,૦૦૦/- ( રૂપિયા લાખ પૂરા ) નોટિસ મળે થી દિન-૧૫ માં ચૂકવી આપશો તેમ ન કર્યેથી અમારા અસીલ તમો વિરૂદ્ધ 'ધી નેગો. ઇન્સ્ટ્રુ. એક્ટ ની કલમ ૧૩૮' મુજબની કાયદેસરની કાર્યવાહી કરશે તે નક્કી જાણશો...
સદર નોટિસ તમારા કસૂર ને કારણે આપવી પડેલ હોય સદર નોટિસ ખર્ચના રૂપિયા ૫,૦૦૦/- (રૂપિયા પાંચ હજાર પૂરા) અમારા અસીલને ચૂકવી આપી તે બદલ પાકી પંહોચ મેળવી લેશો.

Post a Comment