પ્રોક્સી / ટ્રાન્સફર અરજી


પ્રોક્સી / ટ્રાન્સફર અરજી
અમદાવાદના મહેરબાન સીટી સિવિલ એન્ડ સેશન્સ જજ
સાહેબની કોર્ટ સમક્ષ
Special ATRO Case No. : 54/2025
ફોજદારી પરચૂરણ અરજી નં. ૩૯૧૮/૨૦૨૫ /૨૦૨૫
અરજદાર : સુનીલભાઈ સ/ઓ ઘનશ્યામભાઈ હરકલાલ કાબરા
વિ.
સામાવાળા : શ્રી સરકાર
બાબત  :  પ્રોક્સી / ટ્રાન્સફર અરજી...
અમો આ કામના અરજદારના એડવોકેટ મેહુલકુમાર ખેમચંદભાઈ સથવારા સનદ નં. જી/૧૩૦૧/૨૦૧૬ નાઓ આપ નામદાર કોર્ટ ને આ પુરસીસ આપી જાહેર કરીએ છીએ કે,
સદર ક્રિ.પ.અ.નં. : ૩૯૧૮/૨૦૨૫ માં આજરોજની મુદત તારીખ છે. સદર કામ કાયમી જામીન અરજી સાંભળવા સારું હોય આજરોજ અમો એડવોકેટ બહારગામની કોર્ટ કાર્યવાહી માં રોકાયેલ હોય આપ નામદાર કોર્ટ સમક્ષ હાજર રહી કાયમી જામીન અરજી ચલાવી શકીએ તેમ ન હોઈ આજરોજ તેમજ હવે પછીની દર નવી મુદત તારીખો માં ક્રિ.પ.અ.નં. : ૩૯૧૮/૨૦૨૫ના કામની તમામ પ્રકારની કાર્યવાહી કરવા / કરાવવા સારું અમારા વતી એડવોકેટ શ્રી સી. કે. શાહ સાહેબ સનદ નં. જી// ને કાયમી જામીન અરજી ચલાવવા સારું હું આ પ્રોક્સી / ટ્રાન્સફર અરજી દ્વારા આગળની કાર્યવાહી ચલાવવા માટે મંજૂરી મેળવવા આ પ્રોક્સી આપી જાહેર કરું છું.

Post a Comment

Previous Post Next Post