Updates

કન્વેયન્સ નો લેખ

કન્વેયન્સ નો લેખ અને પરિશિષ્ટ ચેકલિસ્ટ
કન્વેયન્સ નો લેખ
        ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ ના મોજે ગામની સીમના સર્વે નંબર ની જમીન કે જેનો ટી.પી. સ્કીમ નંબર માં સમાવેશ કરીને ફાઇનલ પ્લોટ નંબર ની જમીન ફાળવી આપવામાં આવેલ છે. તે જમીન ઉપર મુકવામાં આવેલ યોજના કે જે “” ના નામથી ઓળખાય છે, તેમાં આવેલ મિલકતની કન્વેયન્સની કિંમત રૂ. /- અંકે રૂપિયા પૂરાનો.
કન્વેયન્સ કરી આપનાર-લખી આપનાર-એકતરફવાળા:
(૧)
PAN :
પુખ્તવયના,            ધર્મે- ,
રહેવાસી :
(જેમને હવે પછી આ કન્વેયન્સ દસ્તાવેજમાં “કન્વેયન્સ કરી આપનાર-લખી આપનાર-એકતરફવાળા” એ રીતે સંબોધવામાં આવ્યા છે, જે શબ્દના અર્થમાં અમો કન્વેયન્સ કરી આપનારો તથા કન્વેયન્સ કરી આપનારના વંશ, વાલી, વારસો, એસાઈનીઓ, એક્ઝીક્યુટરો, એડમિનિસ્ટ્રેટરો, સક્સેસરો તમામનો સમાવેશ થાય છે.)
કન્વેયન્સ કરાવી લેનાર-લખાવી લેનાર-બીજીતરફવાળા:
(૧)
PAN :
પુખ્તવયના,            ધર્મે- ,
રહેવાસી :
(જેમને હવે પછી આ કન્વેયન્સ દસ્તાવેજમાં “કન્વેયન્સ કરાવી લેનાર-લખાવી લેનાર-બીજીતરફવાળા” એ રીતે સંબોધવામાં આવ્યા છે, જે શબ્દના અર્થમાં અમો કન્વેયન્સ કરાવી લેનારનો તથા કન્વેયન્સ કરાવી લેનારના વંશ, વાલી, વારસો, એસાઈનીઓ, એક્ઝીક્યુટરો, એડમિનિસ્ટ્રેટરો, સક્સેસરો તમામનો સમાવેશ થાય છે.)
(૧) જત ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ તાલુકાના મોજે ગામની સીમના સર્વે નંબર ની જમીન કે જેનો ટી.પી. સ્કીમ નંબર માં સમાવેશ કરીને ફાઇનલ પ્લોટ નંબર ની જમીન ફાળવી આપવામાં આવેલ છે. તે જમીન ઉપર મુકવામાં આવેલ યોજના કે જે “” ના નામથી ઓળખાય છે, તેમાં આવેલ માળનો ફ્લેટ નંબર ની ચો.મી. ના કાર્પેટ એરિયાવાળી મિલકત તથા સદર યોજનાની જમીનમાં વગર વહેંચાયેલ ચો.મી. ના હક્ક સાથેની મિલકત અમો કન્વેયન્સ કરી આપનારની માલિકી, કબ્જા, ભોગવટાની આવેલી છે. જેને આ કન્વેયન્સ દસ્તાવેજથી કન્વેયન્સ કરી આપીએ છીએ. જેને હવે પછી આ કન્વેયન્સ ના દસ્તાવેજમાં “સદરહું મિલકત” એ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
(૨)
સદરહું મિલકત અમો કન્વેયન્સ કરી આપનારે અમારા આગવા સ્વતંત્ર નાણાંમાંથી વસાવેલ હોવાથી સદરહું મિલકતમાં અમો કન્વેયન્સ કરી આપનાર સિવાય બીજા કોઈનો કોઈપણ જાતનો લાગભાગ યાને હક્ક હિસ્સો રહેલો નથી. સદરહુ મિલકત અમો કન્વેયન્સ કરી આપનાર સ્વતંત્ર રીતે વેચવા, સાટવા યાને ટ્રાન્સફર કરવાની સંપૂર્ણ સત્તા અને અધિકાર ધરાવીએ છીએ.
(૩)
સદરહુ મિલકતના ઉપર કોઈપણ બેંક, કોર્પોરેશન, પેઢી, એચ.ડી.એફ.સી., ગૃહ ફાઇનાન્સ, એલ.આઇ.સી. કે કોઈપણ નાણાંકીય સંસ્થાની લોનનો બોજો નથી અને સદરહુ મિલકત બોજા રહિતની નાકરજી આવેલી છે.
(૪)
સદરહુ મિલકત અમો કન્વેયન્સ કરી આપનારે તમો કન્વેયન્સ કરાવી લેનારને ઉચ્ચક કન્વેયન્સની કિંમત રૂ. /- અંકે રૂપિયા પૂરા માટે આપેલ છે. જેનો આ કન્વેયન્સનો દસ્તાવેજ કરી આપીએ છીએ. તેનો ચુકતે અવેજ અમો કન્વેયન્સ કરી આપનારને તમો કન્વેયન્સ કરી લેનારે નીચે મુજબ ચુકવી આપેલ છે જેની વિગત જે:
Base રૂ.
Tax રૂ.
કુલ રૂ. /- અંકે રૂપિયા પૂરા ઉપરની વિગતે અમો કન્વેયન્સ કરી આપનારને તમો કન્વેયન્સ કરાવી લેનાર પાસેથી અવેજ મળી ચુકેલ છે. જે અમો કન્વેયન્સ કરી આપનારને ચુકતે મળ્યા છે અને ચુકતે અવેજ મળ્યાનું અમો કન્વેયન્સ કરી આપનાર કબુલ કરીને તેની આથી આ પહોંચ આપીએ છીએ અને અવેજની તમામ પ્રકારની જવાબદારીમાંથી અમો કન્વેયન્સ કરી આપનાર તમો કન્વેયન્સ કરાવી લેનારને મુક્ત કરીએ છીએ.
(૫)
સદરહુ મિલકત તેમજ તેના આનુસંગિક જે જે હક્કો આવેલા હોય તે તમામ હક્ક સાથેની મિલકત તેમજ બીજા જે હક્કો આવેલા હોય તે સાથેની અમો કન્વેયન્સ કરી આપનારે તમો કન્વેયન્સ કરાવી લેનારને કુલ અભરામ ન દાવે કન્વેયન્સ નો આપેલ છે અને સદરહુ મિલકતનો અમો કન્વેયન્સ આપનારે તમો કન્વેયન્સ કરાવી લેનારને ખાલી અને pratyaksh કબ્જો આજરોજ સોંપેલ છે. જે કબ્જો તમો કન્વેયન્સ લેનારે સંભાળી લીધેલ છે. જેથી સદરહુ મિલકતના તમો કન્વેયન્સ કરાવી લેનાર કુલ સ્વતંત્ર માલીક અને કબ્જેદાર થયેલ છો.
(૬)
અમો કન્વેયન્સ કરી આપનાર તમો કન્વેયન્સ કરાવી લેનારને આથી જણાવીએ છીએ તેમજ ખાતરી આપીએ છીએ કે, મજકુર મિલકત અંગેના સરકારી તથા સ્થાનિક સંસ્થાઓના જે કાંઈ મિલકત મહેસૂલ, વેરાઓ, લાઇટબીલ, એસોસિએશન, સોસાયટીનો વહીવટી ફાળો, મ્યુ. ટેક્ષ વિગેરે જે કાંઈ ભરવાના આવેલા હતા તે તમામ અમો કન્વેયન્સ આપનારે ભરી દીધેલા છે. અને તેવા કોઈ વેરાઓ ભરવાના બાકી નથી. તેમ છતાં બાકી નીકળી આવે તો તે અમો કન્વેયન્સ આપનારે ભરી આપવાના રહેશે. અને દસ્તાવેજની તારીખથી જે કાંઈ સરકારી, અર્ધસરકારી તથા સ્થાનિક સંસ્થાઓના જે કાંઈ વેરા, મહેસૂલ, લાઇટબીલ, એસોસિએશન, સોસાયટીનો વહીવટી ફાળો, મ્યુ. ટેક્ષ વિગેરે ભરવાના આવે તે તમામ તમો કન્વેયન્સ લેનારે ભરવાના છે.
(૭)
અમો કન્વેયન્સ કરી આપનાર તમો કન્વેયન્સ કરાવી લેનારને વધુમાં જણાવીએ છીએ તથા ખાતરી આપીએ છીએ કે મજકુર મિલકત સંબંધમાં અમો કન્વેયન્સ આપનારે કોઈપણ પ્રકારના ગેર કૃત્યો કરેલા નથી કે જાણી જોઈને વિરૂદ્ધના કૃત્યો કરેલા નથી. તેમજ આ કન્વેયન્સના દસ્તાવેજમાં જણાવ્યા મુજબનો ઉપયોગ કરવા સારું તમો કન્વેયન્સ કરાવી લેનારને કન્વેયન્સ આપવાનો અમો કન્વેયન્સ કરી આપનારને પુરતો હક્ક અને અધિકાર છે. સદરહુ મિલકત અંગે અમો કન્વેયન્સ કરી આપનાર તરફથી હર કોઈપણ શખ્સ વાંધો તકરાર કે હરકત હેલો કરતો આવેકે તમો કન્વેયન્સ કરાવી લેનારના માલિકી કે કબ્જા ભોગવટામાં કોઈ વાંધો તકરાર કરતો આવે તો તેનો જવાબ અમો કન્વેયન્સ કરી આપનાર તથા અમો કન્વેયન્સ કરી આપનારના વંશ, વાલી, વારસો ઇત્યાદી તમામે તથા તમો કન્વેયન્સ કરાવી લેનાર તથા તમો કન્વેયન્સ કરાવી લેનારના વંશ, વાલી, વારસો ઇત્યાદી તમામને થતુ દરેક પ્રકારનું ખર્ચ તથા નુકશાન અવેજ સહીત અમો કન્વેયન્સ કરી આપનાર તમો કન્વેયન્સ કરાવી લેનારને ભરપાઈ કરી આપવા માટે બંધાયેલા છીએ.
(૮)
સદરહુ મિલકત તથા તેના અંગેના બીજા જે જે હક્કો આવેલા હોય તે તમામ હક્કો સાથેની તેના અસલ હદ હક્કો મુજબની મિલકત ચાંદો સુરજ તપે ત્યાં સુધી તમો કન્વેયન્સ કરાવી લેનાર વાપરો, ભોગવો, વસો-વસાવો, વેચાણ, ગીરો, બક્ષિસ આપો યા તમારૂ દિલ ચાહે તેમ ઉપયોગ કરવાને આથી હક્કદાર થયા છો, તેમજ સદરહુ મિલકતમાંથી નવેનીધ અષ્ટમાસીધ્ધ જે કાંઈ પ્રગટ થાય કે મળી આવે તે તમો કન્વેયન્સ કરાવી લેનારના નસીબનું છે.
(૯)
અમો કન્વેયન્સ કરી આપનાર તમો કન્વેયન્સ કરાવી લેનારને ખાતરી આપીએ છીએ કે સદરહુ મિલકત કોઈપણ કાયદા હેઠળ એક્વાયર્ડ થયેલ નથી કે મજકુર મિલકત અમો કન્વેયન્સ આપનારે બીજા કોઈને વેચાણ, ગીરો, બક્ષિસ તરીકે લખી આપેલી નથી કે બીજી કોઈપણ રીતે લખી આપીને ટ્રાન્સફર યાને એસાઇન કરેલી નથી કે તેના ઉપર કોઈનો ખોરાકી પોષાકીનો કે બીજા કોઈપણ જાતનો લાગભાગ હક્ક યાને હક્ક હિસ્સો નથી તેમજ સદરહુ મિલકત અંગે કોઈપણ અદાલત કે કચેરીમાં કોઈપણ જાતના દાવાદુવી થયેલા નથી કે હાલમાં જારી નથી કે કોઈપણ જાતનું હુકમનામું થયેલું નથી તેમજ સદરહુ મિલકત જમીનમાં કે અવલ જમીનમાં લેવામાં આવેલી નથી. તેમજ સદરહુ મિલકત કોઈને વેચવી વેચાવી નથી કે ટ્રાન્સફર કરવી કરાવવી નથી કે કોઈના કબ્જે સોંપવી સોંપાવવી નથી તેવો કોઈપણ જાતનો મનાઈ હુકમ અમો કન્વેયન્સ કરી આપનાર ઉપર નીકળેલો નથી કે અમો કન્વેયન્સ કરી આપનારે મળેલો કે બજેલો નથી. તેમજ સદરહુ મિલકત અંગે મિલકત પ્રામીધારા કે બીજા કોઈપણ જાતની નોટીસ અમો કન્વેયન્સ કરી આપનારને મળેલી નથી કે બજેલી નથી તેમજ સદરહુ મિલકત કે તેનો કોઈપણ ભાગ કોઈપણ યોજના માટે અનામત રાખવામાં આવેલો નથી.
(૧૦)
અમો કન્વેયન્સ કરી આપનાર તમો કન્વેયન્સ કરાવી લેનારને વધુમાં બાહેંધરી આપીએ છીએ કે સદરહુ મિલકત સરકારી, અર્ધસરકારી, સ્થાનિક સંસ્થાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના રેકોર્ડમાં, ઇલેક્ટ્રીસીટીના રેકોર્ડમાં, એસોસિએશન, સોસાયટીના રેકોર્ડમાં તથા રેવન્યુ રેકોર્ડમાં માલિક, કબ્જેદાર તરીકે તમો કન્વેયન્સ કરાવી લેનારના નામ ઉપર ચઢાવવા સારૂ તથા સદરહુ મિલકતના તમો કન્વેયન્સ કરાવી લેનારના માલિકી હક્ક પુરવાર કરવા સારૂ તમો કન્વેયન્સ કરાવી લેનાર કે તમો કન્વેયન્સ કરાવી લેનારના વંશ, વાલી, વારસોને જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે જે જે દસ્તાવેજ, સોગંધનામા, કબુલાતો, જવાબો, ખાતરીઓ, સહીઓ વિગેરેની જરૂર પડે તે તમામ તમો કન્વેયન્સ કરાવી લેનારને કરી આપવા માટે બંધાયેલા છીએ.
(૧૨)
સદર સમગ્ર જમીન ઉપર મુકવામાં આવેલ સદર યોજનાના સભ્યોના કોમન એમીનીટીનો વહીવટ કરવા માટે ની રચના કરવામાં આવેલ છે. જે સર્વિસ સોસાયટી અનુક્રમ નંબર તારીખ ના રોજ નોંધાયેલ છે. સદરહુ સોસાયટીના અમો કન્વેયન્સ કરી આપનાર સભ્ય છીએ અને સભ્ય તરીકે સદરહુ સોસાયટીના રૂ. ૫૦-૦૦ ની કિંમતના દરેક શેર નંગ-૫, શેર સર્ટીફીકેટ નંબર શેર અનુક્રમ નંબર થી કુલ રૂ. ૨૫૦-૦૦ ની કિંમતના શેર ધારણ કરીએ છીએ. સદરહુ સોસાયટીના નિતી નિયમોનું અમો કન્વેયન્સ કરી આપનાર પાલન કરતા આવેલા છીએ. સદરહુ સોસાયટીના સભ્યપદની રૂઇએ અમો કન્વેયન્સ કરી આપનાર જે હક્કો ભોગવતા આવેલા છીએ તે તમામ હક્કો સહિત તેમજ સદર સોસાયટીમાં અમો કન્વેયન્સ કરી આપનારની જમા રકમના હક્ક સહિતની મિલકત અમો કન્વેયન્સ આપનારે તમો કન્વેયન્સ કરાવી લેનારને આપેલ છે. સદર સભ્ય પદ તમો કન્વેયન્સ કરાવી લેનાર તમારા નામે ટ્રાન્સફર કરાવી લેવા હક્કદાર છો.
(૧૪)
આ દસ્તાવેજનો સ્ટેમ્પ, રજીસ્ટ્રેશન ફી, ટાઇપીંગ, વકીલ ફી તમામ ખર્ચ તથા ટ્રાન્સફર ફી નો તમામ ખર્ચ કન્વેયન્સ નોલેનારે ભોગવેલ છે.
પરિશીષ્ટ
ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ તાલુકાના મોજે ગામની સીમના સર્વે નંબર ની જમીન કે જેનો ટી.પી. સ્કીમ નંબર માં સમાવેશ કરીને ફાઇનલ પ્લોટ નંબર ની જમીન ફાળવી આપવામાં આવેલ છે. તે જમીન ઉપર મુકવામાં આવેલ યોજના કે જે “” ના નામથી ઓળખાય છે, તેમાં આવેલ માળનો ફ્લેટ નંબર ની ચો.મી. ના કાર્પેટ એરિયાવાળી મિલકત તથા સદર યોજનાની જમીનમાં વગર વહેંચાયેલ ચો.મી. ના હક્ક સાથેની મિલકત કે જેનો મ્યુ. ટેનામેન્ટ નંબર વાળી મિલકત.
તેના ખૂંટચાસની વિગત
પૂર્વે:
પશ્ચિમે:
ઉત્તરે:
દક્ષિણે:
As રિતાના નંબરો માપ તથા ખૂંટચાર વચલી મિલકત તથા તેના અંગેના બીજા જે જે હક્કો આવેલા હોય તે તમામ હક્કો સાથેની તેમજ સદરહુ મિલકતમાં આવેલ ચાલુ ઇલેક્ટ્રિક ફિટિંગ્સ સર્વિસ નંબર ના હક્ક સાથેની તેના અસલ હદ હક્કો મુજબની મિલકત.
મિલકતની ઓળખ માટેનો ફોટોગ્રાફ
મિલકતનું પોસ્ટલ સરનામું :
કન્વેયન્સ કરી આપનારની સહી : ____________________________________

કન્વેયન્સ કરાવી લેનારની સહી : ____________________________________
રજીસ્ટ્રેશન અધિનિયમ, ૧૯૦૮ની કલમ ૩૨(એ) મુજબનું પરિશિષ્ટ

કન્વેયન્સ કરી આપનાર-લખી આપનાર-એકતરફવાળા

(સહી) ____________________          (ડાબા હાથના અંગૂઠાની છાપ)

કન્વેયન્સ કરાવી લેનાર-લખાવી લેનાર-બીજીતરફવાળા

(સહી) ____________________          (ડાબા હાથના અંગૂઠાની છાપ)
::: પરિશિષ્ટ :::
નોંધણી અધિનિયમ-૧૯0૮ ની કલમ-૩૪ ની પેટા કલમ-૩ મુજબનું ચેકલિસ્ટ
લખી આપનાર/સંમતિ આપનાર/કુ.મુ.ની સહી
ઓળખાણ આપનારાની સહી
(સહી)
સબ રજીસ્ટ્રાર ________________________
સહી/અંગૂઠાની છાપ કરેલ છે તે તમે કબુલ રાખો છો?
પાવર ઓફ એટર્ની આપનાર હાલની તારીખે હયાત છે?
પાવર ઓફ એટર્નીની લેખમાં પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિઓએ જાતે સહી/અંગૂઠા છાપ કરી આપેલ છે?
પાવર ઓફ એટર્નીનો લેખ હાલમાં અમલમાં છે?
ઓળખાણ આપવા સારૂ તમને ઓળખતા હોય તેવી વ્યક્તિઓ સાથે લાવ્યા છો?
ઓળખાણ આપનારને પૂછવાના પ્રશ્નો :
દસ્તાવેજ લખી આપનાર વ્યક્તિ/ઓ કે જેઓએ કબુલાત આપી તેઓને તમે જાતે ઓળખો છો ?
દસ્તાવેજમાં લખેલ નામ અને કબુલાત આપનાર વ્યક્તિ/ઓ એક જ છે ?
કોઈ વ્યક્તિએ ખોટું નામ ધારણ કરીને કબુલાત આપી નથી એવી તમે ખાતરી આપો છો ?
લખી આપનાર/સંમતિ આપનાર/કુ.મુ.ની સહી
ઓળખાણ આપનારાની સહી
(સહી)
સબ રજીસ્ટ્રાર ............................

Post a Comment

Previous Post Next Post